હડદડ ગામના ખેડૂતો દ્વારા પાણી છોડવા અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું - At This Time

હડદડ ગામના ખેડૂતો દ્વારા પાણી છોડવા અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું


હડદડ ગામે પાણી છોડવા ખેડૂતો દ્વરા મામલતદારને આવેદનપત્ર

બોટાદ તાલુકાના હડદડ ગામે આવેલું તળાવ જેમાં સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવ્યું હતું,પરંતુ ગામના અસામાજીક તત્વો દ્વારા પાણી બંધ કરી દેવામા આવતા ગામના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.ખેડૂતો ટ્રેક્ટરો સાથે બોટાદ તાલુકા સેવા સદન પહોંચી સુત્રોચ્ચાર કરીને બોટાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલીક પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી. તેમજ જો પાણી છોડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.