ચાચરિયા પ્રાથમિક શાળાના સિતારાઓ રાજ્ય કક્ષાએ - At This Time

ચાચરિયા પ્રાથમિક શાળાના સિતારાઓ રાજ્ય કક્ષાએ


ચાચરિયા પ્રાથમિક શાળાના સિતારાઓ રાજ્ય કક્ષાએ

બોટાદ ના બરવાળા બાળકોમાં પડેલી અનેક સુષુપ્ત શકિતઓને બહાર લાવી એની પ્રતિભાને પારખી યોગ્ય રાહે સફળ બનાવવાના ઉચ્ચ વિચારને વેગવંતો બનાવતા દર વર્ષે કલા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધની સ્પર્ધા કરવામાં આવે છે. સરકારી શાળા શ્રેષ્ઠ શાળા એવા અનુસરણીય સુત્રને સાકારિત કરતી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા શાળા સતત એની સતત ઈનોવેટિવ પ્રવૃત્તિઓ, સંસ્કાર,શિસ્ત, સ્વાસ્થ્ય અને અનેક મૂલ્યલક્ષી પ્રયોગો સાથે ઉત્તમ શિક્ષણ આપી સમગ્ર બોટાદ જિલ્લામાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી આ સરકારી શાળાના બાળકો રાજ્ય કક્ષાએ ઝળહળી સમગ્ર બોટાદનુ ગૌરવ બન્યાં છે ત્યારે ચાલુ વર્ષે ઝોન કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામા ખાચર સૂર્યદીપ પ્રવીણભાઈ વકતૃત્વ સ્પર્ધામા દ્વિતીય સ્થાન પામી રાજ્ય કક્ષાએ પોતાની કલાનું પ્રદર્શન કરશે તો સાથે સોનામાં સુગંધ જેમ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં બાળકવિ સ્પર્ધામા ધાધલ ભગીરથ દિલીપભાઈ પ્રથમ સ્થાને અને વાદન સ્પર્ધામાં લીંબડિયા રોહિત મુકેશભાઈએ પ્રથમ સ્થાન મેળવી ઝોન કક્ષાએ પોતાની પ્રતિભા અજવાળશે. રાજ્ય અને નેશનલ કક્ષાએ સારસ્વત કર્મ દીપાવનાર શ્રેષ્ઠ શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચરના કુશળ અને શ્રેષ્ઠ માર્ગદર્શન અને પ્રેરણા નીચે તૈયાર થયેલા આ ભૂલકાઓની ત્રિવેણી સિદ્ધિથી ચાચરિયા શાળા પરિવાર , તાલુકા, જિલ્લાના સારસ્વતો તથા જિલ્લા શિક્ષણ પરિવાર બોટાદના વડા આદરણીય શ્રી ભરતસિંહ વઢેર સાહેબે આ બાળકની પ્રતિભાને બિરદાવી ચાચરિયા શાળાના આચાર્યશ્રી તથા પરિવારને અભિનંદન પાઠવ્યાં હતાં.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.