તા.5 થી 15 દિ’ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણી માટે ચુંટણી પંચ દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાજયના મુખ્ય નિર્વાચિન અધિકારી પી. ભારતી દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે.
જેમાં આગામી તા.5 એપ્રિલથી 15 દીવસ મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે.તા.28 સુધીમાં હકક દાવા વાંધા અરજીનો નિકાલ કરશે. તા.1 એપ્રિલ 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમાં ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ તા.10મી મે ના રોજ કરાશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.