ધંધુકામાં શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ઢીંચણ સમાણા પાણી ભરાણા - At This Time

ધંધુકામાં શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ઢીંચણ સમાણા પાણી ભરાણા


ધંધુકા માં શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ઢીંચણ સમાણા પાણી ભરાણા
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં છેલ્લા ઘણા દિવસોથી રાજય ભરમાં ચોમાસુ જામી ગયું છે.ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા ના શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ઘણા દિવસો થી વરસાદ પડતા વરસાદી પાણીનો ભરાવો ઠેર ઠેર થયો હતો, અને સતત ધોધમાર વરસાદના કારણે ધંધુકા માં છેલ્લા ૬૫ વર્ષ સ્થિત શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં છેલ્લાં ઘણાં સમય થી ઢીંચણ સમા પાણી ભરાય છે. તેનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી. જેથી વિધાર્થી ઓ ને હાલાકી નો સામનો કરવો પડે છે. ચાર ચાર દિવસ શિક્ષણિક કાર્ય બંધ રાખવું પડે છે. જેની અસર વિધાર્થીઓ નાં શિક્ષણ પર પડે છે. પાર્કિંગ માં પણ કીચડ થતો હોવાથી વાહનો મૂકી સકતા નથી. પાણી ભરાવા નાં કારણે ડેંગ્યૂ મલેરીયા જેવા મચ્છર થાય છે, જેથી રોગચાળો ફેલાય છે.જેની અસર વિધાર્થીઓ નાં સ્વાસ્થ્ય પર થાય છે. નગરપાલિકા માં અરજી કરી હોવા છતાં કોઈ પગલાં લેવાં માં આવતા નથી. અને જંતુનાશક દવા પણ છાંટવા મા આવતી નથી. આનો જલદી થી જલદી પાણી નો નિકાલ કરવામા આવેલ તેવી ગુજરાત પ્રદેશ NSUI નાં મંત્રી શ્રી જીગ્નેશ સાધુ અને ધંધુકા NSUI અગ્રણી મંથન ડાભી દ્વારા માંગ ઉઠી છે.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.