જનડા પ્રાથમિક શાળામાં યોજાઈ શાળા પંચાયત ચૂંટણીનું લોકશાહી પર્વ - At This Time

જનડા પ્રાથમિક શાળામાં યોજાઈ શાળા પંચાયત ચૂંટણીનું લોકશાહી પર્વ


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની શ્રી જનડા પ્રાથમિક શાળામાં તારીખ 15-6-2024 ના રોજ શાળા પંચાયત ચૂંટણીપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ શાળા પંચાયત ચૂંટણી અંતર્ગત શાળાના બાળકોમાં લોકશાહી પ્રત્યે સભાનતા, મતદાન જાગૃતિ, નેતૃત્વના ગુણોની ખીલવણી, જવાબદેહિતા તેમજ શાળામાં સેવા થકી સહકારની ભાવના જેવા ઉમદા ગુણોની ખીલવણી શાળાના વિદ્યાર્થીઓમાં થાય તે હેતુથી શાળામાં લોકશાહી ઢબે ડિજિટલી માધ્યમ થકી મોબાઈલ એપ દ્વારા ઇવીએમ પદ્ધતિથી મહામંત્રી અને ઉપમહામંત્રીની પસંદગી શાળાના વિદ્યાર્થીઓએ મતદાન આપી કરી હતી. ચૂંટણી દરમિયાન પોલિંગ સ્ટાફની ફરજ શાળાના વિદ્યાર્થીઓએ જ બજાવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ મતદાન અધિકારીએ વિદ્યાર્થીઓને આઈકાર્ડ દ્વારા ઓળખ કરાવી તેમજ બીજા મતદાન અધિકારીએ વિદ્યાર્થીઓને મતદાર કાપલી અને સહી કરાવી ડાબા હાથની પ્રથમ આંગળીએ નિશાન કરાવી જેવી વિવિધ પ્રક્રિયા દ્વારા ઇવીએમમાં મત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. શાળા પંચાયત ચૂંટણીમાં શાળામાંથી મહામંત્રી અને ઉપ મહામંત્રી પદની ઉમેદવારી માટે ત્રણ વિદ્યાર્થીઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં 1) સોલંકી અલ્પેશ જી.ને- 104 મત 2) બાવળીયા રાવ્યા કે.ને- 124 મત અને બાવળીયા ધવન એસ. ને-44 મત મળ્યા હતા. આ ચૂંટણી પરિણામને અંતે બાવળીયા રાવ્યા બેન નો 124 મત સાથે વિજય થતા મહામંત્રી તરીકે પસંદગી થઈ તેમજ સોલંકી અલ્પેશભાઈ ને 104 મત સાથે ઉપ મહામંત્રી તરીકે પસંદગી થઈ હતી. ચૂંટણી પરિણામ ને અંતે મહામંત્રી અને ઉપ મહામંત્રી ની પસંદગીની સાથે જ શાળાના અન્ય વિદ્યાર્થીઓને વિવિધ ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી હતી. અને દરેક ખાતાઓના મંત્રીઓને પોતાના વિભાગોનું સુચારુ અને વ્યવસ્થિત આયોજન થાય તે અંગેની સૂચના શાળાના આચાર્ય મનુભાઈ ગાબુ દ્વારા દરેક મંત્રી ઓને આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.