ઇન્દિરાનગરમાં પ્રેમલગ્ન મામલે યુવતીના પરિવારે યુવકના માતાને ધમકી આપી કરી તોડફોડ - At This Time

ઇન્દિરાનગરમાં પ્રેમલગ્ન મામલે યુવતીના પરિવારે યુવકના માતાને ધમકી આપી કરી તોડફોડ


રૈયાધારમાં ઇન્દિરા નગર પાસે રહેતા છાયાબેન નીતીનભાઇ તુલશીભાઇ મકવાણા(ઉ.વ.39)એ ઇન્દિરા નગરમાં રહેતા પુત્રના સાળા સાગર ડોડીયા,સાગરની પત્ની હેતલ અને છાયાબેનના નણંદ ગીતાબેન વિરુદ્ધ ધમકી અને ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી છે. છાયાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પતિ તથા નાનો દિકરો નરેન્દ્ર અમે બધા સાથે રહીએ છિએ અને હું તથા મારા પતિ રાજકોટમા રૈયાધાર રાણી માં રૂડીમા ચોકમાં ભંગારનો ડેલો ચલાવીએ છીએ.
મારા મોટા દિકરા કરણ ઉર્ફે કૌશલ એ દોઢ વર્ષ 5હેલા વંદના સાથે પ્રેમલગ્ન કરેલ હોય હાલમાં તેઓ લિબડી મુકામે રહે છે.આ વંદના અગાઉ અમારા પાડોશમાં રહેતા સાગરની બહેન થતી હોય જેથી વંદનાને કરણ સાથે પ્રેમ થઇ જતા દોઢ વર્ષ પહેલા તેઓ એ ઘરેથી ભાગી પ્રેમલગ્ન કરેલા છે.આ લગ્ન જીવનથી કરણ ને ત્રણ માસ ની દીકરી નામે માહીરા છે.આમ મારા દિકરા કરણે આ વંદના સાથે પ્રેમલગ્ન કરેલા ત્યાર થી આ વંદના નો ભાઇ સાગર સાથે અમારે ઝઘડો થાય છે અને એકાદ માસ પહેલા પણ અમારે આ બાબતે ઝઘડો થતા સામ સામી ફરીયાદો કરી હતી.
તા.02/05 ના રાત્રીના હું એકલી ઘરે હતી મારા પતિ રેલનગરમાં મકાન જોવા ગયા હતા.મારો દિકરો નરેન્દ્ર ફાકી ખાવા પાન ના ગલ્લે ગયો હતો. ત્યારે સાગર,તેની પત્ની હેતલબેન આ બન્ને મારા ઘર પાસે આવી ગાળો આપી બોલવા લાગેલ કે તારો છોકરો કરણ તે લિબડી મોકલી દીધો છે.તે કરણના ટાટિયા ભાગી નાખવા છે.અને વંદના ને પણ સળગાવી નાખવી છે તેવી ઘમકી આપી ઘરની આગળ રોડ ઉપર અમે રાખેલ પાણીનું પ્લાસ્ટીકનું બેરલ તથા ઝાડના કુંડાઓ હેતલના હાથમાં લાકડાનો ધોકો હોય
તેનાથી તોડફોડ કરવા લાગેલ અને સાગર ના હાથ માં છરી હતી તેણે ઘમકીઓ આપી આપતા મારી નંણદ ગીતાબેન પણ ત્યાં આવી એ પણ ગાળો આપવા લાગી હતી. આ ત્રણેય ઝઘડો કરવા લાગતા હું એકલી હોય મને બીક લાગતા હું મારા ઘરમાં જઈ મે અંદરથી દરવાજો બંધ કરી દીધેલ અને થોડીવાર બાદ અમારા વિસ્તારમાં રહેતો મારા પુત્ર નરેન્દ્ર નો મિત્ર બિપીન અમારા ઘર પાસે આવી મને કહેલ કે માસી સાગરને બધા જતા રહ્યા છે.આ મામલે પતિ આવ્યા બાદ તેમને સાથે રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.