કાંકણપુર ખાતે "બાળવિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

કાંકણપુર ખાતે “બાળવિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


પંચમહાલ,
ગુરૂવાર :- “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત એમ.જી.શાહ હાઈસ્કૂલ, કાંકણપુર ખાતે કાર્યક્રમ શ્રી પુષ્પેન્દ્રસિંહ સોલંકી તથા સ્નેહાબેન ગોસાવીના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાનની વિદ્યાર્થીઓને સમજ આપી બાળ લગ્ન કેમ ના થવા જોઇએ તે અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતાં. તેમજ કાર્યક્રમમાં બાળ વિવાહ, પોકસો એક્ટ , જે જે ઍક્ટ , બાળકોની યોજનાઓ વિશે જાણકારી આપી હતી અને બાળ વિવાહ રોકવા માટે કોને ફરિયાદ કરવી, કયો નંબર ડાયલ કરવો જેવા તમામ પ્રશ્નો અંગે જાણકારી આપવામાં આવી હતી. એટલુ જ નહિં પરંતુ મહાનુભવો દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
સ્નેહાબેન ગોસાવી દ્વારા પાલક માતા-પિતા યોજના વિશે માહિતી આપી હતી તથા સૌને બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન હેઠળ શપથ લેવડાવવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી કુલદિપભાઇ દ્વારા સ્વાગત પ્રવચન, મીનાબેન ડામોર દ્વારા કાર્યક્રમની શરૂઆત તેમજ મહેન્દ્રભાઈ ઠાકોર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મંત્રીશ્રી વાડીલાલભાઈ પટેલ, આચાર્યશ્રી કુલદીપભાઈ, કુમાર શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ પટેલ, કન્યાશાળાના આચાર્યશ્રી,શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.