સાયલા તાલુકાની ઉમાપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સરકાર દ્વારા દિકરીઓના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે દિકરીઓ શિક્ષિત થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવોજ એક પ્રયાસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં ઉજવાય છે.
ત્યારે આજરોજ તારીખ 25 6 2022 ના દિવસે સાયલા તાલુકાના શ્રી ઉમાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મુખ્ય અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ યુ.એન .પરમાર તથા વિસ્તરણ અધિકારી જે.સી.પટેલ તથા સી.આર.સી શ્રી હાર્દિકભાઈ ચાવડા ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો જેમાં આવેલ મહેમાનો ને સ્વાગત ભેટ તથા શાળાની બાળાઓ દ્વારા ગૌરવ ગાન મનુષ્ય તુ બડામહાન હે.. થી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ બાદ શાળા ની દીકરીઓએ સ્વાગત ગીત તથા ધોરણ ૧ માં પ્રવેશ કરનાર બાળકોને દફ્તર કીટ આપવામાં આવેલ તેમજ ધોરણ ૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થી નું સન્માન કરવામાં આવેલ અને ઉપસ્થિત દાતાશ્રી નનુ ભાઈ તથા રઘુભાઈ તથા જગાભાઈ ને રાજસોભાગ આશ્રમનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમાપુર ની વિદ્યાર્થીની રોશનીબેન કાલીયા એ કરેલ બહુ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ સાથે સાથે છોડ માં રણછોડ ને સાર્થક કરવા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલહતું
શાળા પ્રવેશોત્સવ માં આચાર્યશ્રી સોલંકી દિનેશ ભાઈ તથા શિક્ષક સ્ટાફ તેમજ એસ.એમ.સી.ના સભ્યો તથા વાટાવચ્છ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા. જી, સુરેન્દ્રનગર
મૉ, 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.