વિછીયાના અમરાપુર ખાતે શ્રી આદર્શ માધ્યમિક અને સીમ શાળાના ઉપક્રમે શાળા પ્રવેશોત્સવમા ભાવનાબેન બાવળીયા દ્વારા વૃક્ષારોપણ શૈક્ષણિક કીટ અપાય - At This Time

વિછીયાના અમરાપુર ખાતે શ્રી આદર્શ માધ્યમિક અને સીમ શાળાના ઉપક્રમે શાળા પ્રવેશોત્સવમા ભાવનાબેન બાવળીયા દ્વારા વૃક્ષારોપણ શૈક્ષણિક કીટ અપાય


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
વિંછીયા તાલુકાના અમરાપુર ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ અમરાપુર શ્રી શૈક્ષણિક સંકુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાત સરકાર મારફતે આયોજીત શાળા પ્રવેશ ઉત્સવ નિમિતે શ્રી આદર્શ માધ્યમિક શાળા. અમરાપુર અને સીમા શાળા. 1ના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સંકુલ મા ધોરણ 1 અને 9 મા નવા પ્રવેશ આપવામાં આવ્યૉ હતૉ જૅમા 216 કુમાર અને કન્યા વિદ્યાર્થી ઓને પ્રવેશ આપવામાં આવ્યો હતૉ ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે મિહિરભાઈ ચાવડા,માર્ગ અને મકાન વિભાગ રાજકોટના સી. આર. સી. મનસુખભાઇ સોલંકી તેમજ અમરાપુર ગામના વહીવટદાર જ્યોત્સનાબેન બાવળીયા એ હાજરી આપી હતી અનૅ બાળકોને પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું અને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો તૅમજ બાળકોને શૈક્ષણિક કીટ શાળાના આચાર્ય ભાવનાબેન બાવળીયા તરફથી આપવામાં આવી હતી અનૅ વૃક્ષારોપણ સાથે જરૂરી માર્ગ આપ્યું હતુ આ કાર્યક્રમ ને સફળ બનવવા સીમ શાળાના આચાર્ય વલ્લભભાઈ રાજપરા અને માધ્યમિક શાળાના રમેશભાઈ બાવળીયા વસંતભાઇ બાવળીયા તેમજ શાળા સ્ટાફ મારફતે આયોજન કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.