કાર્યક્રમના સુચારૂં આયોજન માટે ઈન ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી
(અસરફ જાંગડ દ્વારા)
જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે સંબંધિત કચેરીઓને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓનું આયોજન સુચારું રીતે થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે પીવાનુંપાણી,લાભાર્થીઓ-મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, વિવિધ યોજનાકીય સ્ટોલ્સ, પી.એમ.વિશ્વકર્મા યોજનાનું રજિસ્ટ્રેશન કરવું, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્ટેજ સંચાલન, જિલ્લા કંટ્રોલ રૂમ અને તેમને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી સહિતના મુદ્દાઓ પર ઈન ચાર્જ કલેક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ જુના માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે.બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં સંલગ્ન અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.