જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણિતાનો આર્થિક સંકડામણને કારણે ગળાફાંસા દ્વારા આપઘાત - At This Time

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણિતાનો આર્થિક સંકડામણને કારણે ગળાફાંસા દ્વારા આપઘાત


જામનગર,તા.28 જુલાઈ 2022,ગુરૂવાર જામનગરમાં ગુલાબનગર નજીક રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણિતાએ આર્થિક સંકળામણના કારણે પોતાના પરિવારની ભવિષ્યની ચિંતામાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ બ્રિજ નજીક રાજ પાર્ક શેરી નંબર-૩ માં રહેતી મેઘાબેન હિતેશભાઈ ભૂત નામની ૩૨ વર્ષની પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘેર રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યાના પ્રયાસ કર્યો હતો. જે બનાવની પરિવારજનોને જાણ થતાં તેમણે તુરંત જ ૧૦૮ ની ટીમને બોલાવી હતી, પરંતુ ૧૦૮ની ટીમ પહોંચે તે પહેલાં મેઘાબેન મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ હિતેનભાઈ ધીરજલાલ સોનગરાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયાં અનુસાર મેઘાબેન કે જેમના પરિવારને આર્થિક સ્થિતિ બરાબર ન હતી, અને પરિવારના ભવિષ્યની ચિંતામાં ટેન્શન માં રહેતી હતી. જેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.