ભાજપના અમુક મિત્રો સાથે વાત કર્યા બાદ તમામ ફોન કોલ ડાયવર્ટ થવા લાગ્યા: ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગરેટ અલ્વા
નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2022 મંગળવારઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ માઈક્રો-બ્લૉગિંગ વેબસાઈટ ટ્વીટર પર કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના અમુક મિત્રો સાથે વાત કર્યા બાદ તેમના તમામ ફોન કૉલ ડાયવર્ટ થવા લાગ્યા છે અને હવે તેઓ કોઈને પણ ફોન કરી શકતા નથી. તેમણે આ માટે MTNL અને BSNLનુ નામ લખીને આગ્રહ કર્યો છે કે જો તેમનો ફોન રીસ્ટોર કરી દેવાય તો તેઓ BJP, TMC કે BJDના કોઈ પણ સાંસદને ફોન ન કરવાનુ વચન આપે છે પરંતુ સરકારી સૂત્રો અનુસાર માર્ગરેટ અલ્વા સાયબર ફ્રોડનો શિકાર થયા છે જેના વિશે દિલ્હી પોલીસે 19 જુલાઈએ જ ટ્વીટર પર ચેતવણી જાહેર કરી હતી.દરમિયાન સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ માર્ગરેટ અલ્વાના ફોન ટેપ કર્યાના કોંગ્રેસના આરોપ પર કહ્યુ કે આ એક બાલિશ આરોપ છે અને કોંગ્રેસ આ પ્રકારના આરોપ લગાવતી રહે છે, કેમ કે અમારી સરકારમાં આ પ્રકારની હરકતોને કોઈ સ્થાન નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.