સુરતીઓમાં તિરંગા પ્રત્યેની લાગણી વધી અનેક ઘર-સોસાયટી અને દુકાનો પર તિરંગો લહેરાવવાનુ શરૂ - At This Time

સુરતીઓમાં તિરંગા પ્રત્યેની લાગણી વધી અનેક ઘર-સોસાયટી અને દુકાનો પર તિરંગો લહેરાવવાનુ શરૂ


્વજ અંગે વધુ જાગૃતિ : લોકો તિરંગો લહેરાવે તેની સાથે તેનું સન્માન જાળવે તે પણ એટલું જ જરૂરી સુરત,તા.10 ઓગષ્ટ 2022,બુધવારવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત બાદ સુરતીઓ ગજબનો પ્રતિસાદ આવી રહ્યાં છે. સુરતમાં મોટી સંખ્યામાં તિરંગાનું વેચાણ થવા સાથે લોકો તિરંગા ભેટમાં પણ આપી  રહ્યાં છે. 13થી 15 ઓગષ્ટ વચ્ચે તિરંગો લહેરાવવા અપીલ કરી છે પરંતુ લોકો આજથી જ પોતાના ઘર અને દુકાન પર તિરંગો ફર્કાવવાના શરુ કરી દીધું  છે.  સુરતમાં લાખો લોકો તિરંગો લહેરાવશે પરંતુ ત્યારબાદ તિરંગાનું સન્માન રાખવામાં આવે તે પણ એક મહત્વની બાબત છે તેથી તિરંગાનું  સન્માન જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃચ મહોત્સવ અંતર્ગત સુરત સહિત સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકો તિરંગો ધ્વજ લહેરાવશે. સુરતમાં  હર ઘર તિરંગા અભિયાન લોન્ચ કર્યા  બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં એક કરોડ તિરંગા ફરકશે તેમ કહ્યું હતું. જોકે, હાલમાં સુરત સહિત અન્ય શહેરના  લોકોનો ઉત્સાહ જોતાં મુખ્યમંત્રીએ આપેલા  ટાર્ગેટ કરતાં વધુ તિરંગા ગુજરાતમાં લહેરાતા જોવા મળી શકે તેમ છે. સુરત મ્યુનિ. તંત્ર દ્વારા પાલિકાની વિવિધ કચેરી, ફાયર  સ્ટેશન પર તિરંગાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે ત્યાં લોકો તિરંગા ખરીદી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો વધુ માત્રામાં તિરંગા ખરીદીને અન્યને તિરંગો ભેટ પણ આપી રહ્યાં છે. હાલમાં સુરતની ટેક્ષટાઈલ માર્કેટમાં અનેક ધ્વજનું વેચાણ થઈરહ્યું છે અને  માર્કેટમાં પણ લોકો તિકંગો ફરકાવી રહ્યાં છે. શહેરની અનેક રહેણાંક સોસાયટીના એન્ટ્રી ગેટ પર પણ લોકો ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનને વધાવી રહ્યાં છે. સોસાયટીના ગેટ પર તિરંગો ફરકે છે અને લોકો ફ્લેટની બારી અને ગેલેરીમાં પણ તિરંગો ફરકાવી રહ્યાં છે. આ ઉપરાંત અનેક દુકાનો પર પણ લોકોએ તિંરગો  ફરકાવાવનું શરુ કરી દીધું છે.સુરતમાં લોકોનો ઉત્સાહ જોતાં સુરતમાં લાખો લોકો તિરંગો ફરકાવશે અને દેશભક્તિનું વાતાવરણ ઉભુ કરશે. પરંતુ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાનું સન્માન જળવાઈ રહે તે માટે પણ લોકોએ કામગીરી કરવી પડશે.  ઉત્સાહમાં લોકો તિરંગો ફરકાવી રહ્યાં પરંતુ ત્યાર બાદ તેનું સન્માન જાળવવા  માટે અપીલ કરવામાં આવી રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.