ઈન્ડસ્ટ્રીમાં થતા ભેદભાવ પર મનીષા કોઈરાલા થઇ ગુસ્સાથી લાલઘૂમ:બોલી, ‘જો કોઈ એક્ટરને ઘણી ગર્લફ્રેન્ડ હોય તો તેને માચો કહેવામાં આવે, પરંતુ એક્ટ્રેસ માટે અલગ નિયમ હતા’
મનીષા કોઈરાલા સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી'માં મલ્લિકાજાનના રોલથી ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે તેની કરિયરના શરૂઆતના દિવસો વિશે વાત કરી છે. એક્ટ્રેસે જણાવ્યું કે તે સમયે હીરો અને હિરોઈન માટે અલગ-અલગ નિયમો હતા. જો કોઈ હીરોને ઘણી છોકરીઓ સાથે સંબંધ હોય, તો તેને માચો કહેવામાં આવતું હતું, પરંતુ એક્ટ્રેસોને તેમના સંબંધો ગુપ્ત રાખવા માટે કહેવામાં આવતું હતું. એક્ટ્રેસે એમ પણ કહ્યું છે કે લોકો તેમને કહેતા હતા કે તેમણે દારૂ પીવાની વાત છુપાવવી જોઈએ, કારણ કે તે એક્ટ્રેસને આ શોભતું નથી. મનીષા કોઈરાલાએ હાલમાં જ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'ફિલ્મ સૌદાગરના શૂટિંગ દરમિયાન હું કોકમાં વોડકા મિક્સ કરીને પીતી હતી. આ દરમિયાન મારી આસપાસના કેટલાક લોકોએ મને કહ્યું કે મારે કોઈને ન કહેવું જોઈએ કે હું દારૂ પીઉં છું, કારણ કે તે એક્ટ્રેસને શોભે નથી. મને કહેવામાં આવ્યું કે બધાને જણાવો કે હું માત્ર કોક પી રહી છું. તે દિવસે હું આ નવી વાત શીખી હતી. એક્ટ્રેસે વધુમાં જણાવ્યું કે, 'મેં આ વાત મારી માતાને કહી હતી. મેં તેમને કહ્યું કે હું કોક પીઉં છું, તેમ છતાં તેઓ જાણતા હતા કે હું દારૂ પી રહી છું. આના પર તેમણે જવાબ આપ્યો, સાંભળો, જો તમે દારૂ પીતા હો તો કહો કે તમે દારૂ પી રહ્યા છો, એવું ન કહો કે તમે કોક પીઓ છો. આવી નાની નાની બાબતોમાં જૂઠું ન બોલો.' મનીષા કોઈરાલાએ એ પણ કહ્યું છે કે લોકો તેમને તેમના સંબંધોને ગુપ્ત રાખવાનું સૂચન કરતા હતા, જોકે તેમને કોઈ સંબંધ છુપાવવાનું પસંદ નહોતું. કહ્યું છે કે, 'જો હું કોઈ વ્યક્તિને ડેટ કરી રહી છું, તો હું ડેટ કરી રહી છું. જો તમે મને આ જજ કરવા માગતા હો તો આગળ વધો અને જજ કરો. હું આવી જ છું, હું મારી ઈચ્છા પ્રમાણે મારું જીવન જીવું છું.' એક્ટ્રેસે કહ્યું કે, 'મને તે સમયે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે સમયે હીરોની ઘણી ગર્લફ્રેન્ડ હોઈ શકે છે અને તેને માચો કહેવામાં આવે છે, જ્યારે એક્ટ્રેસે ખુલાસો કરવો પડ્યો હતો કે તેમને ક્યારેય કોઈએ સ્પર્શ કર્યો નથી .' આના પર ગુસ્સો વ્યક્ત કરતા મનીષાએ કહ્યું હતું કે, 'મારે એક બોયફ્રેન્ડ હોવાનો અર્થ એ નથી કે હું મારા જીવનમાં અનપ્રોફેશનલ છું. તે સમયે એક્ટ્રેસ માટે ખૂબ જટિલ ધોરણો હતા, જે મારી સાથે યોગ્ય નહોતા.' મનીષા કોઈરાલા 'હીરામંડી 2'માં જોવા મળશે
મનીષા કોઈરાલાએ 1991માં સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સૌદાગર'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તે 'ગુપ્ત', 'દિલ સે', 'અકેલે હમ અકેલે તુમ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બ્રેક પછી મનીષા કોઈરાલાએ સંજુ અને શેહજાદા જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. આ દિવસોમાં તે 'હીરામંડી' સિરીઝમાં મલ્લિકાજનની ભૂમિકા ભજવીને ચર્ચામાં છે. 'હીરામંડી'ની બીજી સિઝન ટૂંક સમયમાં આવવાની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.