મણિપુર: ભૂસ્ખલનની લટેપમાં ટેરીટોરિયલ આર્મી કેમ્પ, 2ના મોત, રેસ્ક્યું ઓપરેશન ચાલુ
- મૃતકોની ઓળખ ભારતીય સેનાના 107 ટેરિટોરિયલ આર્મી કર્મચારીઓ તરીકે કરવામાં આવી હતીમણિપુર, તા. 30 જૂન 2022, ગુરૂવારમણિપુરના નોની જિલ્લા ખાતે જીરીબામ-ઈમ્ફાલ રેલ્વે લાઈનની નજીક ભારે ભૂસ્ખલન થયું છે. અહીં નજીકમાં આર્મી ટેરિટોરિયલ કેમ્પ છે. ભૂસ્ખલનને કારણે 2 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ગુમ થયા છે. સાથે રેસ્ક્યું ઓપરેશન ચાલુ છે. અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોને નોની આર્મી મેડિકલ યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને બચાવવાની કામગીરી ચાલુ છે.અહેવાલ અનુસાર, મૃતકોની ઓળખ ભારતીય સેનાના 107 ટેરિટોરિયલ આર્મી કર્મચારીઓ તરીકે કરવામાં આવી હતી. આ લોકોને મણિપુરના નોની જિલ્લા ખાતે તુપુલ રેલ્વે સ્ટેશન નજીક જીરીબામથી ઈમ્ફાલ સુધીની એક નિર્માણાધીન રેલ્વે લાઈનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.સાથે જ મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી ઈજેઈ નદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આ દરમિયાન PIB રક્ષા વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનો દ્વારા મોટા પાયે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ઘટના સ્થળ પર એન્જિનીયર્ડ પ્લાન્ટ સાધનો બચાવ પ્રયાસોમાં તૈનાત કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂસ્ખલન અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. જો કે, હાલમાં ગુમ થયેલા લોકોને બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.