પ્રેમિકાને મળવા વિદેશ ગયા બાદ પત્નીના પ્રકોપથી બચવા ફાડ્યા પાસપોર્ટના પાના, એરપોર્ટ પર જ ધરપકડ - At This Time

પ્રેમિકાને મળવા વિદેશ ગયા બાદ પત્નીના પ્રકોપથી બચવા ફાડ્યા પાસપોર્ટના પાના, એરપોર્ટ પર જ ધરપકડ


- પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાસપોર્ટ સાથે છેડછાડ કરવી એ ગુનો છેમુંબઈ, તા. 10 જુલાઈ 2022, રવિવારમુંબઈના એક એન્જિનિયરને પત્ની સામે ખોટું બોલીને વિદેશમાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા જવાનું ભારે પડી ગયું છે. પોલીસે 32 વર્ષીય તે શખ્સની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હકીકતે તેણે પોતાના પાસપોર્ટના કેટલાક પાના જાણીજોઈને ફાડી નાખ્યા હતા જેથી તેની પત્નીને તે ક્યાં ગયો હતો તે ખબર ન પડે. મુંબઈ એરપોર્ટ પર ધરપકડતે જ્યારે મુંબઈ એરપોર્ટ પરત ફર્યો ત્યારે ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન તેના પાસપોર્ટના કેટલાક પાના ગાયબ હતા. બાદમાં પુછપરછ બાદ સમગ્ર વાત સામે આવી હતી અને પોલીસે છેતરપિંડી, બનાવટના આરોપસર તેની ધરપકડ કરી હતી. આરોપી એન્જિનિયર છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તે પત્નીથી છુપાવીને માલદીવ ગયો હતો. તે પોતાના લગ્નેત્તર સંબંધો છુપાવવા માગતો હતો. જોકે તેને નહોતી ખબર કે, પાસપોર્ટ સાથે છેડછાડ કરવી ગુનો બને છે. ગુરૂવારે તે જ્યારે ભારત પરત ફર્યો ત્યારે મુંબઈના વિમાન મથક ખાતે ઈમિગ્રેશન અધિકારીઓને તેના પાસપોર્ટના અમુક પાના ગાયબ જણાયા હતા. તે પાનાઓ પર તેની છેલ્લી યાત્રા સંબંધી વીઝા ટિકિટ હોય જે તેણે ફાડી નાખ્યા હતા. પત્નીને થઈ હતી શંકાપુછપરછ દરમિયાન તે વ્યક્તિએ જણાવ્યું કે, તેણે પોતાની પત્નીને પોતે દેશની અંદર જ જરૂરી કામથી યાત્રા પર જઈ રહ્યો છે તેમ કહ્યું હતું. જોકે તેની પત્નીને શંકા જાગી હતી. ત્યાર બાદ તેણીએ ફોન કર્યા હતા જે તેના પતિએ રીસિવ નહોતા કર્યા. વિદેશ યાત્રા અંગે પત્નીને ખબર ન પડે તે માટે તેણે પાસપોર્ટના પાના પણ ફાડી નાખ્યા હતા. પાસપોર્ટ સાથે છેડછાડ કરવી એ ગુનોપોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાસપોર્ટ સાથે છેડછાડ કરવી એ ગુનો છે. તેવામાં આરોપીની છેતરપિંડી અને બનાવટ સહિતની આઈપીસીની કલમો અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. બાદમાં પોલીસે તે વ્યક્તિને મેજિસ્ટ્રેટ સામે રજૂ કર્યો હતો જ્યાં તેને 25,000 રૂપિયાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.