રેપ-મર્ડર કરનાર વ્યક્તિને ફાંસી:8 વર્ષની બાળકીના 10 ટુકડા કરી કોથળામાં ભરીને ખંડેરમાં ફેંકી દીધા; રક્ષાબંધન પર રાખડી બાંધતી
4 નવેમ્બર, સોમવારે રાજસ્થાનના ઉદયપુર POCSO-2 કોર્ટે 8 વર્ષની બાળકીના રેપ બાદ મર્ડર અને તેના શરીરના 10 ટુકડા કરી નાખવાના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી કમલેશને દોષી ઠેરવ્યો અને તેને ફાંસીની સજા ફટકારી છે. દોષિતના માતા-પિતાને 4-4 વર્ષની સજા કરવામાં આવી છે. જોકે દંપતીએ જામીન અરજી કરી હતી, આવી સ્થિતિમાં તેમને જામીન મળી ગયા હતા. આ કેસમાં 8 દિવસ પહેલા કોર્ટે મુખ્ય આરોપી કમલેશ (ઉં.વ.21) અને તેના માતા-પિતાને પુરાવાનો નાશ કરવા અને સહકાર આપવાના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં આરોપીના વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેના પર જજે તેને 4 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. કોર્ટમાંથી બહાર આવીને દોષિતે કહ્યું- હું નિર્દોષ છું, મેં મારા માતા-પિતાને બચાવવા માટે આ બધું કર્યું છે. મારા પર દબાણ કરવામાં આવ્યું છે, હું હાઈકોર્ટમાં અપીલ કરીશ. મારા માતા-પિતાને બચાવવાની સજા લીધી. આ કેસમાં કોર્ટે કમલેશને દોષિત ઠેરવ્યો હતો. આરોપી બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરે લઈ ગયો હતો. આ પછી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના હાથ-પગ અને ધડ સહિત શરીરના 10 ટુકડા કરી બોરીમાં પેક કરી ઘરથી 200 મીટર દૂર ખંડેરમાં ફેંકી દીધા હતા. બાળકી તેને ભાઈ કહીને બોલાવતી હતી. રક્ષાબંધન પર રાખડી બાંધતી હતી. બાળકીની શોધખોળ દરમિયાન મૃતદેહ મળી આવ્યો
બાળકીના પિતાએ 29 માર્ચ 2023ના રોજ માવલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દીકરી સાંજે 4 વાગ્યે સ્કૂલે આવી હતી. તેણીએ તેનો ડ્રેસ બદલીને તેના કાકા પાસે જવાનું કહ્યું હતું. ત્યારથી પરત ફર્યા નથી. પોલીસે ડોગ સ્કવોડની મદદથી શોધખોળ શરૂ કરી હતી. 1 એપ્રિલે પીડિતાનો મૃતદેહ ખંડેર હાલતમાં બોરીમાં પડેલો મળ્યો હતો. તે જ દિવસે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મોઢામાં કપડું ભરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો
આરોપી કમલેશ ઘરમાં એકલો હતો. તેના માતા-પિતા ઘરે ન હતા. તે બારી પાસે બેસી પોતાના મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઈ રહ્યો હતો. છોકરીને ખેતરમાં જતી જોઈ અને ચોકલેટની લાલચ આપીને બોલાવી. તેણીને તેના ઘરની અંદર બોલાવી અને તેને બાથરૂમમાં લઈ ગયો. કમલેશની હરકતોથી બાળકી ચીસો પાડવા લાગી ત્યારે તેણે તેના મોઢામાં કપડું ભરાવી દીધું હતું. બાળકી સાથે ક્રૂરતા કર્યા બાદ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકી નિઢાલ પડી રહી. આરોપી સમજી ગયો કે બાળકીનું મૃત્યુ થયું છે. ધડ, હાથ અને પગ સહિત સમગ્ર શરીરના 10 ટુકડા કર્યા
ચાર્જશીટ મુજબ આરોપી કમલેશે બાથરૂમમાં જ પથ્થર અને છરી વડે બાળકીના હાથ, પગ, ધડ સહિત શરીરના 10 અલગ-અલગ ટુકડા કરી નાખ્યા હતા. પછી તે ટુકડાઓ અલગ-અલગ બેગમાં ભરવામાં આવ્યા. બેગ ટોયલેટમાં સંતાડી હતી. કમલેશના માતા-પિતાને ઘટનાની જાણ બીજા દિવસે 30 માર્ચે થઈ હતી. ત્રણેય મળીને મૃતદેહનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. રાત્રે 11 વાગ્યાના અરસામાં કમલેશ ઘરથી 200 મીટર દૂર ખંડેર વિસ્તારમાં શરીરના અંગો ભરેલો કોથળો ફેંકવા ગયો હતો. આ દરમિયાન કમલેશના પિતા રામસિંહ ઘરની બહાર અને માતા કિશન કંવર ખંડેર બહાર ઊભા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.