Land For Job Scam: લાલુ યાદવના 'હનુમાન' તરીકે પ્રખ્યાત વ્યક્તિની ધરપકડ - At This Time

Land For Job Scam: લાલુ યાદવના ‘હનુમાન’ તરીકે પ્રખ્યાત વ્યક્તિની ધરપકડ


- ભોલા યાદવે 2004થી 2009 દરમિયાન લાલુ યાદવના ઓએસડી તરીકે કામ કર્યું હતુંનવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારસીબીઆઈએ બિહારના દિગ્ગજ નેતા તથા આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના ખૂબ જ વિશ્વાસુ માણસ તરીકે પ્રખ્યાત એવા ભોલા યાદવની લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે. સીબીઆઈએ લાલુ યાદવના પૂર્વ ઓએસડી ભોલા યાદવના પટના તથા દરભંગા સ્થિત અનેક સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાથે જ ભોલા યાદવને આજે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પટના ખાતે 2 સ્થળોએ હાથ ધરવામાં આવેલી તપાસમાં એક ભોલા યાદવના સીએ સાથે સંકળાયેલી છે. તે સિવાય દરભંગા ખાતે પણ 2 સ્થળોએ તપાસ ચાલી રહી છે. ભોલા યાદવે 2004થી 2009 દરમિયાન લાલુ યાદવના ઓએસડી તરીકે કામ કર્યું હતું. તે રેલવે ભરતી કૌભાંડ એટલે કે, નોકરીના બદલામાં જમીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે. શું છે કેસએવો આરોપ છે કે, લાલુ યાદવ રેલવેમાં મંત્રી હતા તે સમયે રેલવેમાં ગ્રુપ ડી પોસ્ટ પર લોકોને નોકરીઓ આપવામાં આવી હતી. તે નોકરીઓના બદલામાં લાલુ યાદવના પરિવારના લોકોના નામે જમીનો કરાવવામાં આવી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે, રેલવેએ તે ભરતીઓ માટે કોઈ નોટિફિકેશન બહાર નહોતું પાડ્યું. લાલુ પરિવારે તે કથિત કૌભાંડમાં એક લાખ સ્ક્વેર ફૂટથી પણ વધુ જમીન પોતાના નામે કરી લીધી હતી. ગત 18 મેના રોજ સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત અન્ય લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારે લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે સીબીઆઈ તરફથી આ પ્રથમ ધરપકડ કરાઈ છે. સીબીઆઈની ટીમે આજે સવારે 6:00 વાગ્યે ભોલા યાદવના દરભંગા સ્થિત ઘરે દરોડો પાડ્યો હતો. આશરે 2 કલાક સુધી ચાલેલી તપાસ બાદ 5 સદસ્યોની ટીમ પરત ફરી હતી અને ત્યાર બાદ ગુપ્ત દરોડાના આ સમાચાર બહાર આવ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.