દિલ્હીમાં બીજા માળેથી યુવક પર AC પડ્યું, મોત:સ્કૂટી પર બેસીને મિત્ર સાથે વાત કરતો હતો; અચાનક ACનું આઉટડોર યુનિટ પડતાં માથું ફાટી ગયું, જુઓ દર્દનાક VIDEO
દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક બિલ્ડિંગના બીજા માળેથી એરકંડિશનર યુનિટ પડતાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે એક ઘાયલ છે. આ ઘટના શનિવારે (17 ઓગસ્ટ) સાંજે લગભગ 7 વાગ્યે બની હતી. એનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બિલ્ડિંગની નીચે એક છોકરો સ્કૂટર પર બેઠો હતો. તેની બાજુમાં તેનો એક મિત્ર ઊભો હતો. બંને વાતો કરતા હતા. પછી બંને એકબીજાને ગળે ભેટ્યા. ત્યારે અચાનક ACનું આઉટડોર યુનિટ સ્કૂટર પર બેઠેલા યુવકના માથા પર પડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં બંને મિત્રો ઘાયલ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સ્કૂટર પર બેઠેલાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો. તેના મિત્રના હાથમાં ઈજા થઈ છે. જોકે તે જોખમની બહાર છે. ઘટના સમયે યુવક બાઇક પર સવાર હતો
આ ઘટના દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં બની હતી. યુવક અહીં ડીબીજી રોડના ડોરિવલન વિસ્તારમાં રાત્રે તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. એ સમયે તે બાઇક પર સવાર હતો. વાત કરતી વખતે અચાનક બાઇક પર બેઠેલા યુવકના માથા પર એક મોટી વસ્તુ પડી. યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે નજીક ઊભેલા મિત્રએ જોયું, ત્યારે જાણવા મળ્યું કે એ એસી હતું, જે સીધા બીજા માળેથી યુવાનના માથા પર પડ્યું હતું અને તેનું મોત થયું હતું. મૃતક યુવકનો મિત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી. એસી એક વ્યક્તિ પર પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે કરોલ બાગના ડી. જી. બી. રોડ વિસ્તારમાં યુવક પર ત્રીજા માળેથી બહારનું એસી પડ્યું હતું. આ ઘટના બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અકસ્માતમાં જિતેશ નામના યુવકનું મોત થયું છે, જ્યારે પ્રાંશુ નામના અન્ય યુવકની સારવાર ચાલી રહી છે. બન્ને યુવકની ઓળખ થઈ
18 વર્ષીય જિતેશ ડોરિવલનનો રહેવાસી હતો, જ્યારે 17 વર્ષીય ઘાયલ પ્રાંશુ પટેલ નગરનો રહેવાસી હતો. દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. ડીજીબી રોડ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ફોરેન્સિક ટીમે ઘટનાની તપાસ કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.