ત્રણેય ફોજદારી કાયદાઓ અંગે મમતાનો મોદીને પત્ર:લખ્યું- ઉતાવળમાં પાસ કરેલા છે, 1 જુલાઈથી તેના અમલીકરણને મુલતવી રાખો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મમતાએ ત્રણેય ફોજદારી કાયદાના અમલીકરણને હાલ પૂરતું મોકૂફ રાખવા મોદીને અપીલ કરી છે. આ કાયદાઓ ઉતાવળમાં પસાર કરવામાં આવ્યા છે. બંગાળના મુખ્યમંત્રીએ સંસદમાં આ કાયદાઓની નવેસરથી સમીક્ષાની માગ કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મમતાએ આ ત્રણ કાયદાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતાએ 20 જૂન, ગુરુવારે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી. ચિદમ્બરમ આ ત્રણ કાયદાઓની તપાસ માટે રચાયેલી સંસદીય સ્થાયી સમિતિના સભ્ય હતા. 1 જુલાઈ, 2024થી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. સરકારે 24 ફેબ્રુઆરી 2024ના રોજ આને લગતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એટલે કે, ભારતીય દંડ સંહિતા (IPC)ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની જગ્યાએ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા લાગુ કરવામાં આવશે અને પુરાવા કાયદાની જગ્યાએ ભારતીય પુરાવા અધિનિયમ લાગુ કરવામાં આવશે. મમતાએ પત્રમાં શું લખ્યું છે
મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું- 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે લોકસભાએ ફોજદારી કાયદા પરના ત્રણેય બિલ પાસ કર્યા. થોડા મહિનામાં ચૂંટણી થવાની હતી. સરકારે સંસદમાં કોઈપણ ચર્ચા કર્યા વિના એકતરફી બિલ પસાર કર્યા. જે દિવસે બિલ પાસ થયા તે દિવસે લોકસભાના લગભગ 100 સભ્યો અને બંને ગૃહોના કુલ 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 'હું તમને (પીએમ મોદી)ને અપીલ કરું છું કે આ બિલોને હવે લાગુ થતા અટકાવો. બે કારણો છે- નૈતિક અને વ્યવહારુ. હવે જ્યારે ચૂંટણીઓ થઈ ગઈ છે અને નવા સંસદસભ્યો ચૂંટાઈ આવ્યા છે, તો કાયદામાં થયેલા ફેરફારોને સંસદ સમક્ષ મૂકવો જોઈએ. ભારતીય ન્યાયિક સંહિતામાં કયા મોટા ફેરફારો થયા?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.