પાર્થ ચેટર્જીએ ધરપકડ પહેલાં કરેલા ચાર ફોન મમતાએ ઉપાડયા જ નહીં - At This Time

પાર્થ ચેટર્જીએ ધરપકડ પહેલાં કરેલા ચાર ફોન મમતાએ ઉપાડયા જ નહીં


- પશ્વિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થની ધરપકડ થઈ હતી- તબિયત ખરાબ હોવાથી સારવારની પાર્થ ચેટર્જીની માગણી: ભુવનેશ્વર એઈમ્સ કહ્યું, હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી- પાર્થે એક બંગલો ખાસ કૂતરાઓની દેખભાળ માટે ફાળવ્યો હતો, બીજો બંગલો અર્પિતા મુખર્જીને આપ્યો હતો  કોલકાત્તા : પશ્વિમ બંગાળની સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની શિક્ષક ભરતી કૌભાંડમાં ઈડીએ પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. ધરપકડ પહેલાં પાર્થે ચાર વખત મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન કર્યો હતો, પરંતુ મમતા બેનર્જીએ પાર્થનો ફોન રિસિવ કર્યો ન હતો. ઈડીએ તેની કાર્યવાહીમાં આ બાબતનો ઉલ્લેખ કરતાં તૃણમૂલ કોંગ્રેસે એ ઉલ્લેખ હટાવવાની માગણી કરી હતી.મમતા બેનર્જીની સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જીની શિક્ષક ભરતી કૌભાંડમાં ઈડીએ ધરપકડ કરી છે. ઈડીની પૂછપરછ દરમિયાન પાર્થે જણાવ્યું હતું એ પ્રમાણે પૂછપરછ અને ધરપકડના વચ્ચેના ગાળામાં પાર્થે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ચાર વખત ફોન જોડયો હતો, પરંતુ મમતા બેનર્જીએ પાર્થ ચેટર્જીનો ફોન રિસિવ કર્યો ન હતો. પૂછપરછ પછી ધરપકડની પ્રક્રિયા દરમિયાન પાર્થે ચાર વખત મમતા દીદીને ફોન કર્યો હોવાથી ઈડીએ તેની કાર્યવાહીમાં મમતા દીદીના નામનો અને મોબાઈલ નંબરનો ઉલ્લેખ કર્યો છે. ઈડીની કાર્યવાહીમાં મમતા દીદીના ઉલ્લેખનો તૃણમૂલ કોંગ્રેસે વિરોધ કર્યો હતો.દરમિયાન ઈડીની તપાસમાં કેટલાક ખુલાસા થયા હતા. પાર્થ ચેટર્જીના ડાયમંડ સિટીમાં ત્રણ બંગલો છે. એમાંથી એક તો ખાસ કૂતરાની દેખભાળ માટે ફાળવાયો છે. આ બંગલોમાં પાર્થ ચેટર્જીના કૂતરાની ખાસ સંભાળ રાખવામાં આવે છે. બીજા બંગલામાં પાર્થની વિશ્વાસુ સાથી અર્પિતા રહે છે. ઈડીની તપાસ દરમિયાન પાર્થ ચેટર્જીના ઘરેથી અર્પિતા મુખર્જીના નામના દસ્તાવેજો મળ્યા હતા. એ પછી અર્પિતાના ઘરે તપાસ કરતાં ઈડીને ૨૧ કરોડ રૂપિયાની રોકડ મળી હતી. પાર્થ સાથે મળીને અર્પિતા ૧૨ નકલી કંપની ચલાવતી હોવાનો પણ ઈડીએ દાવો કર્યો હતો. ઈડીએ અર્પિતાની કલાકો સુધી પૂછપરછ કરી હતી.અર્પિતાની પણ ઈડીએ તે પછી ધરપકડ કરી હતી. ૬૯ વર્ષના પાર્થ ચેટર્જીના  નામે કેટલીય સંપત્તિ નોંધાયેલી છે. શાંતિ નિકેતન નામના બોલપુરમાં આવેલી એક સોસાયટીમાં તેના સાત ઘર હોવાની શક્યતા છે.દરમિયાન પાર્થ ચેટર્જીએ તબિયત ખરાબ હોવાથી તબીબી સારવારની માગણી કરી હતી. જોકે, ભુવનેશ્વર એઈમ્સના તબીબોએ કહ્યું હતું કે પાર્થ ચેટર્જીને જૂની બીમારીઓ છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવાની અત્યારે જરૂર જણાતી નથી. ભુવનેશ્વર એઈમ્સમાં પાર્થનું પરીક્ષણ થયું હતું. કોલકાત્તા હાઈકોર્ટેના નિર્દેશ પછી ઈડીએ પાડોશી રાજ્ય ઓડિશામા જઈને પાર્થનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. ઈડીએ પાર્થના ૧૪ દિવસની રિમાન્ડની માગણી કરી છે.કોઈ દોષી ઠરે તો એને દંડ મળવો જોઈએ : મમતા મમતા બેનર્જીએ પ્રથમ વખત પાર્થ ચેટર્જીના કિસ્સામાં મૌન તોડયું હતું. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હું ભ્રષ્ટાચાર અને ખોટા કાર્યોને સમર્થન નથી આપતી. જો કોઈ દોષી ઠરે તો એને બંધારણની જોગવાઈ પ્રમાણે દંડ મળવો જોઈએ. પરંતુ રાજ્ય સરકાર સાથે જે દૂર્ભાવનાથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેની હું ટીકા કરું છું. રાજ્યના કેટલાય નેતાઓને માત્ર રાજકીય ઈરાદાથી નિશાન બનાવવામાં આવે છે તે યોગ્ય નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.