ચારિત્ર્યની શંકા કરતાં સાસરિયાની ચડામણીથી પતિ વાઇસ પ્રિન્સિપાલ પત્નીને ઢોર માર મારતો - At This Time

ચારિત્ર્યની શંકા કરતાં સાસરિયાની ચડામણીથી પતિ વાઇસ પ્રિન્સિપાલ પત્નીને ઢોર માર મારતો


પામ યુનિવર્સિટી 2/ડી બ્લોક રહેતાં હીનાબેન પરેશભાઇ વ્યાસ(ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં પતિ પરેશ વ્યાસ, સસરા અરવિંદભાઈ, કૌટુંબિક દિયર સંજય નટવર વ્યાસ અને દિયર, વિજય અરવિંદ વ્યાસ વિરૂદ્ધ ચારિત્ર્ય અંગે શંકા કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન નવેક વર્ષ પહેલા થયેલ છે.
સંતાનમાં એક પુત્ર છે. તેઓના લગ્ન થયા ત્યારે સંયુકત પરીવારમા રહેતા જેમાં સાસુ-સસરા તેમજ તેણીના પતિને ચાર ભાઇ જેમાં ત્રણ ભાઇ વિજય, આશીષ અને કપીલ અને તેના સસરાના ભાઇ નટવરલાલ તથા તેમના પત્ની અને બે દીકરા જેમા દીલીપભ અને સંજય સંયુક્ત રહેતા હતા. છેલ્લા ચાર વર્ષથી તેણી પતિ અને પુત્ર સાથે પામ યુનિવર્સિટી રહે છે. તેણી છી મોદી સ્કુલમા નોકરી કરે છે.
વધુમાં ઉમેર્યું કે, છેલ્લા છ વર્ષથી તેણીના સસરા- દીયર અને મોટા સસરાના પુત્ર માનસિક રીતે હેરાન કરે છે. હુ મારા સસરાના ધરે રહેતી ત્યારે પણ સસરા કહેતાં કે, તને રસોઈ બનાવતા આવડતી નથી, તમારા બાપના ઘરેથી તમે શુ શીખીને આવ્યા છો? પહેલા ઘરમા ધ્યાન આપો પછી નોકરીએ જાજો તેમ કહી માવતર વિરુદ્ધ બોલતાં અને નોકરી પરથી આવું ત્યારે ઘરના બધા કામ મારી માટે રાખી મુકતા તેમજ જેઠ અને સસરા અરવીંદભાઇને હુ લગ્ન કરીને આવી ત્યારથી ગમતી ન હતી જેથી મારા પતિને કહેતા કે, તારી પત્ની વસ્તુ લેવાના બહાને અન્ય પુરૂષને મળવા જાય છે અને મોબાઇલ પર પણ અન્ય પુરૂષ સાથે વાતચીત કર્યા રાખે છે તેવી ખોટી વાતો કરીને તેમને ચડાવતા હતા.
જે બાદ મારા પતિ ખોટી ચડામણીમાં આવી બોલાચાલી કરી ગાળો આપી માર મારતા હતા. લગ્ન સમયે મારા સસરાના ઘરથી ચડાવેલ સોનાના દાગીના અને પિયર પક્ષના સોનાના દાગીના પણ સસરાએ લઇ લીધેલ હતાં. તેમજ સસરાએ જણાવેલ કે, હવે મારા દીકરા સાથે છુટુ કરી નાખ નહીતર તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા.
બાદમા મારા પતિને પ્રેમથી સમજાવતા ચારેક વર્ષ પહેલા સાસુ-સસરાથી અલગ પામ યુનિવર્સિટીમાં રહેવા જતા રહેલ હતા, જે મકાન અમારા દંપતીના જોઇન્ટ એકાઉન્ટમાં લોન લીધેલ જેના હપ્તા હું મારા પગારમાથી ભરૂ છુ. લગ્ન બાદ લીધેલ કાર પણ મારા નામથી લીધેલ છે જેના હપ્તા પણ હું મારા પગારમાંથી ભરૂ છુ. અલગ થયા બાદ મારા પતિ જ્યારે પણ મારા સસરાના ઘરે જતા ત્યારે સાસરિયાઓ ખોટી ચડામણી કરતા જેથી મારા પતિ ઘરે આવી મારા ચારીત્ર પર શંકા કરી ત્રાસ આપી માર મારતા હતા. જેથી હુ કંટાળીને છેલ્લા દસેક દીવસથી મારી બહેનપણી ચાંદનીના ઘરે રહેવા જતી રહી છુ. અંતે કંટાળીને ફરિયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.