મહેશ ભટ્ટે ઈમરાન હાશ્મીને આપી હતી ધમકી:ફિલ્મમેકરે કહ્યું હતું કે, ‘જો તું એક્ટિંગ નહીં કરે તો તને ફિલ્મમાંથી કાઢી મુકીશ, અમે અહીં ચેરિટી કરવા નથી બેઠા’
'મર્ડર', 'ફૂટપાથ', 'ઝહર', 'કલયુગ', 'જન્નત' જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં જોવા મળેલા ઈમરાન હાશ્મી એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદી મહેરબાનો 60ના દાયકામાં એક્ટ્રેસ હતા, જ્યારે મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ તેમના મામા છે. ઈમરાન ક્યારેય હીરો બનવા માગતો ન હતો, પરંતુ મહેશ ભટ્ટે તેનામાં ટેલેન્ટ જોઈ અને તેને ફિલ્મોમાં લોન્ચ કર્યો. હાલમાં જ ઈમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે મહેશ ભટ્ટે તેમની પહેલી ફિલ્મ 'ફૂટપાથ'ના સેટ પર તેમને ધમકી આપી હતી કે જો તે એક્ટિંગ નહીં કરે તો તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવશે. ઇમરાન હાશ્મીએ હાલમાં જ શુભંકર મિશ્રા સાથેના એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મોમાં તેમની એન્ટ્રીની સ્ટોરી શેર કરી હતી. તેમણે કહ્યું છે કે, મને હીરો બનાવવામાં મારી દાદીની મોટી ભૂમિકા છે. પરંતુ તેઓ ડરતા પણ હતાં. મેં તેમના વિશે વધુ વાત કરી નથી. મને ફિલ્મોમાં આવવાની પ્રેરણા તેમનાથી મળી હતી. પરંતુ તેમણે તેમની કરિયરમાં એટલા બધા ઉતાર-ચઢાવ જોયા હતા કે તેઓ ડરી ગયાં હતાં. તેમણે વધુમાં કહ્યું, ક્યારેક એવું બને છે કે તમે ઈન્ડસ્ટ્રીમાં આવો છો અને દર્શકો તમને રાતોરાત રિજેક્ટ કરી દે છે. આવું ઘણા લોકો સાથે બન્યું છે. મારી દાદી મારી ખૂબ જ રક્ષા કરતા હતા. તેઓ ઘણીવાર મને કહેતા કે મારે કરિયરના બીજા કોઈ વિકલ્પ પર વિચાર કરવો જોઈએ. જોકે મહેશ ભટ્ટે મને કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે તે એક્ટર બની શકે છે, હું તેને લોન્ચ કરીશ. આ સમયે તેમને રાહત મળી હતી. આ પછી જ તેમને ખાતરી થઈ હતી. આ પહેલાં તેમણે વિચાર્યું ન હતું કે હું હીરો બની શકીશ કે એક્ટિંગ કરી શકીશ. મોટે ભાગે કારણ કે મારી પાસે આવા સપના નહોતા, મારી પાસે લુક પણ નહતો ન તો હું ડાન્સ કરી શકતો હતો, ન તો મારી પાસે કોઈ વધારાની પ્રતિભા ન હતી જે મને શાળામાં કોઈ ઇનામ જીતી શકી હોત. તેથી જ તેઓ મારા પર વિશ્વાસ કરતા ન હતા. મહેશ ભટ્ટે સેટ પર ઠપકો આપ્યો હતો
મહેશ ભટ્ટની ઝાટકણી કાઢતા ઈમરાને કહ્યું કે, હું હંમેશા લોકોને કહું છું કે મેં આ પ્રોફેશન પસંદ નથી કર્યું, પરંતુ આ પ્રોફેશને મને પસંદ કર્યો છે. હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતો. મહેશ ભટ્ટે મને કહ્યું કે તેઓ તેમની કંપનીનું રિ-સ્ટ્રક્ચરિંગ કરી રહ્યા છે અને ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે મને તે ફિલ્મ (ફૂટપાથ)માં કાસ્ટ કર્યો. ઈમરાને વધુમાં કહ્યું કે, ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા 'પહેલાં મહેશ ભટ્ટે મને સ્પષ્ટ કહ્યું હતું કે અમે અહીં કોઈ ચેરિટી નથી કરી રહ્યા, જો તમે એક્ટિંગ કરી શકશો નહીં અથવા દર્શકો તમને પસંદ નહીં કરે તો હું તમને કરવા નહીં દઉં. તને ફિલ્મના સેટ પરથી કાઢી મુકવામાં મને સહેજ પણ શરમ નહીં આવે.' ઈમરાન હાશ્મીએ 2002માં આવેલી ફિલ્મ 'રાઝ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી, તેણે 2003 માં આવેલી ફિલ્મ 'ફૂટપાથ'થી એક્ટર તરીકે તેમની કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેમને અસલી ઓળખ 2004માં આવેલી ફિલ્મ 'મર્ડર'થી મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.