વિધાનસભા ચૂંટણી પર મહાવિકાસ અઘાડીની બેઠક:એનસીપી-કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરે, હું સમર્થન આપીશ: ઉદ્ધવ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી તેજ થઈ ગઈ છે. આ દરમિયાન મુંબઈમાં શુક્રવારે મહાવિકાસ અઘાડી (એમવીએ) નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં સીએમ ચહેરાની જાહેરાત કરી દેવી જોઈએ. પવાર સાહેબ અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ જેને પણ સીએમ ચહેરો બનાવશે તેને હું સમર્થન આપીશ. કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઉદ્ધવે જણાવ્યું હતું કે હું વધુમાં વધુ ધારાસભ્યોવાળી પાર્ટીને મુખ્યમંત્રી પદ આપવાની ફોર્મ્યુલાને સમર્થન આપતો નથી. એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે જો રાજ્યની સ્થિતિમાં સુધારો કરવો હોય તો મહારાષ્ટ્રમાં સરકાર બદલવા માટે એક મુદ્દાના એજન્ડાની જરૂર છે. રાજ્યના લોકો સમક્ષ એક સંયુક્ત ચહેરો રજૂ કરીશું. વકફની સંપત્તિને હાથ લગાવવા નહીં દઉ: ઉદ્ધવ
ઉદ્ધવે કહ્યું કે તેઓ વકફ અને મંદિરોની સંપત્તિને કોઈને હાથ લગાવવા દેશે નહીં. હું જાહેર કરું છું કે જો કોઈ વક્ફ બોર્ડ અથવા કોઈ મંદિર અથવા ધાર્મિક સંપત્તિને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે તો હું તેમ થવા દઈશ નહીં. આ મારું વચન છે. આ કોઈ બોર્ડનો પ્રશ્ન નથી પણ આપણાં મંદિરોનો પ્રશ્ન છે. શંકરાચાર્યએ કહ્યું છે કે કેદારનાથમાંથી 200 કિલો સોનું ચોરાયું છે તો તેની તપાસ થવી જોઈએ. શરદ પવારે કહ્યું- લોકશાહી પર હજુ ખતરો ટળ્યો નથી
શરદ પવારે સ્વતંત્રતા દિવસે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને આગળની બેઠક ન ફાળવવા બદલ કેન્દ્રને ઠપકો આપ્યો અને લોકસભામાં વિપક્ષના નેતાનું સન્માન ન કરવાનો આરોપ પણ લગાવ્યો. પવારે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી, પરંતુ તેમ છતાં બંધારણ પરનો ખતરો હજુ સમાપ્ત થયો નથી. કેન્દ્ર સરકારે લોકસભામાં વિપક્ષના નેતાનું સન્માન કર્યું નથી. તેને પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યો. જ્યારે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં વિપક્ષના નેતા હતા ત્યારે તેમને સ્વતંત્રતા દિવસ પર કેબિનેટ મંત્રીઓ સાથે બેસાડવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે વિપક્ષના નેતા સુષમા સ્વરાજને કેબિનેટ રેન્કની બેઠક ફાળવવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.