મહારાષ્ટ્રમાં આંબેડકર સ્મારકની તોડફોડ બાદ હિંસા:પરભણીમાં ટોળાએ દુકાનો-વાહનો સળગાવ્યા, પોલીસે લાઠીચાર્જ કર્યો; આરોપીની ધરપકડ - At This Time

મહારાષ્ટ્રમાં આંબેડકર સ્મારકની તોડફોડ બાદ હિંસા:પરભણીમાં ટોળાએ દુકાનો-વાહનો સળગાવ્યા, પોલીસે લાઠીચાર્જ કર્યો; આરોપીની ધરપકડ


મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારે આંબેડકર સ્મારકમાં તોડફોડના વિરોધમાં રાખવામાં આવેલાં બંધ દરમિયાન હિંસા ભડકી ગઈ છે. પરભણીના અનેક વિસ્તારોમાં દુકાનો-ગાડીઓમાં તોડફોડ અને આગની ઘટના બની છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરભણીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશાસને આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પરભણીને અડીને આવેલા હિંગોલીમાં પણ હિંસા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સોપાન દત્તારાવ પવાર (45)એ મંગળવારે રેલવે સ્ટેશનની સામે આંબેડકર સ્મારકમાં બંધારણની પ્રતિકૃતિ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી લોકોએ તેને ખૂબ માર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હિંસાની તસવીરો.. ટોળાએ રહેણાંક વિસ્તારોમાં પણ પથ્થરમારો કર્યો હતો
બંધારણની નકલ તોડવાના વિરોધમાં લોકોએ બુધવારે પરભણી બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરવામાં આવી હતી. બંધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અને લોકોએ તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી. અનેક રહેણાંક મકાનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.