આસામમાં આતંકીઓ સાથે સાંઠગાંઠ ધરાવતી મદરેસા પર બૂલડોઝર ફર્યું
આસામમાં
બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા આતંકવાદી મુફ્તિ
મુસ્તફાની ધરપકડ પછી હવે એ જે મદરેસા ચલાવતો હતો એના પર બૂલડોઝર ફર્યું છે.
સરકારે એ સિવાયના ૮૦૦ મદરેસા સામે કાર્યવાહી કરી છે.બાંગ્લાદેશના
આતંકવાદી સંગઠન અંસારૃલ ઈસ્લામ સાથે સાંઠગાંઠ કરીને દેશમાં મોટાં હુમલાનું
ષડયંત્ર રચી રહેલાં મુફ્તિ મુસ્તફાની ધરપકડ કરવામાં આવી હતી. આ મુફ્તિ
મુસ્તફા આસામના મોરીગાંવ જિલ્લામાં મોઈરાબારી વિસ્તારમાં એક મદરેસા ચલાવતો
હતો. મુફ્તિની ધરપકડ પછી મદરેસા બંધ કરી દેવામાં આવી હતી. એ મદરેસામાં
ગેરકાયદે ગતિવિધિ થતી હતી. આસામની સરકારે આ મદરેસા પર બૂલડોઝર ફેરવી દીધું
છે.આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે અત્યાર
સુધીમાં ૮૦૦ સરકારી મદરેસા બંધ કરી દેવાયા છે. એ મદરેસાઓમાં શંકાસ્પદ
એક્ટિવિટી થતી હોવાના પુરાવા મળ્યા છે. હવે એવા તમામ મદરેસાઓ સામે તપાસ હાથ
ધરાશે. તેમણે કહ્યું હતું કે માર્ચથી અત્યાર સુધીમાં પાંચ આતંકી મોડયૂલનો
પર્દાફાશ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં આકરી કાર્યવાહી કરવી જરૃરી બની ગઈ
છે.કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે મળીને આતંકવાદી ગતિવિધિને ડામવા માટે
કાર્યવાહી કરાશે એવું પણ આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું. મોરીગાંવ
જિલ્લામાંથી કુલ ૧૧ શંકાસ્પદોની અત્યાર સુધીમાં આતંકવાદી ગતિવિધિ મુદ્દે
ધરપકડ થઈ ચૂકી છે. આ આતંકવાદીઓ બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી કમાન્ડરોના
સંપર્કમાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.