રાજકોટ: અશાંતધારા વિસ્તારમાં 3 મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું. - At This Time

રાજકોટ: અશાંતધારા વિસ્તારમાં 3 મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું.


રાજકોટમાં થોડા દિવસો પૂર્વે વિધાનસભા ક્ષેત્ર 69 તેમજ વોર્ડ નંબર 2 માં આવતા કેટલીક સોસાયટીના સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને અશાંતધારા લાગુ કરેલા વિસ્તારમાં અશાંતધારાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા અલકાપુરી સોસાયટી, સુભાષ નગર, ધ્રુવ નગર, વિમલ નગર સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા 13 જેટલા મકાનોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા 3 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. આ મકાન માલિકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં ન આવતા શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.