સરકારી સ્ટોલ પર 20 વર્ષથી રમકડાં વેચીને મહિલાએ ચાર સંતાનોના લગ્ન કરાવ્યાં, પરિવારને સારું જીવન આપી શકી - At This Time

સરકારી સ્ટોલ પર 20 વર્ષથી રમકડાં વેચીને મહિલાએ ચાર સંતાનોના લગ્ન કરાવ્યાં, પરિવારને સારું જીવન આપી શકી


રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આઝાદીના અમૃત લોકમેળામાં લાખો લોકો પરિવાર અને સ્વજનો સાથે આનંદ માણી રહ્યા છે. ત્યારે અનેક ઉદ્યમીઓ-વેપારીઓ અહીં રોજગારી મેળવી રહ્યા છે. રાજ્યની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમે પણ અહીં ‘શક્તિ મેળા’નું આયોજન કર્યું છે. જેમાં મહિલા કારીગરો પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરીને કમાણી કરી રહી છે. અમદાવાદની એક મહિલા 20 વર્ષથી રમકડા વેચે છે અને આ આવકથી તેણે 4 સંતાનના લગ્ન કરાવ્યા છે. તેમજ પરિવારને સારું જીવન આપી શકી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.