પંચમહાલ જિલ્લામાં વાહક જન્ય રોગના નિયંત્રણ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરાઈ - At This Time

પંચમહાલ જિલ્લામાં વાહક જન્ય રોગના નિયંત્રણ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરાઈ


પંચમહાલ જિલ્લામાં એન.વી.બી.ડી.સી.પી અંતર્ગત તારીખ ૨૨ એપ્રિલથી ૦૨ મે ૨૦૨૪ સુધી વાહક જન્ય રોગના નિયંત્રણ અંતર્ગત ૫૮૯૫ ટીમ મારફતે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાના કુલ ૩,૧૨,૪૨૧ ઘરોમાં ૧૬,૭૦,૮૯૭ ની વસ્તીને સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવી છે. જે પૈકી મોરવા હડફ તાલુકામાં કુલ ૩૬,૮૦૩ ઘરોમાં ૨૦,૦૧૬૦ની વસ્તીને શહેરા તાલુકામાં કુલ ૫૫,૦૫૭ ઘરોમાં ૨૮,૨૯,૮૩ વસ્તીને,ગોધરા તાલુકામાં કુલ ૮૭,૧૮૧ ઘરોમાં ૪,૬૯,૭૦૭ વસ્તીને,ઘોઘંબા તાલુકામાં કુલ ૩૯,૦૯૦ ઘરોમાં ૨,૧૬,૦૧૦ વસ્તીને,કાલોલ તાલુકામાં કુલ ૪૪,૫૬૯ ઘરોમાં ૨,૩૩,૭૨૦ વસ્તીને,હાલોલ તાલુકામાં કુલ ૨૧,૨૬૫ ઘરોમાં ૨,૧૫,૪૪૧ ની વસ્તીને,જાંબુઘોડા તાલુકામાં કુલ ૮,૪૫૬ ઘરોમાં પ૨,૮૭૬ની વસ્તીને સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવી હતી.

જે અંતર્ગત કુલ ૮,૪૬૨ તાવના કેસો મળી આવેલ હતા,અને તેના નમૂના લેવામાં આવ્યા હતા જે તમામ નેગેટિવ જણાવી આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં કુલ ૩,૧૨,૪૨૧ ઘરો પૈકી (૨૩૨૫+૨૧૨૯)= ૪,૪૫૪ ઘરોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. આ સાથે કુલ ૧૦,૭૧,૮૩૩ મચ્છર ઉત્પત્તિ સ્થાનોને તપાસવામાં આવ્યા હતા જે પૈકી કુલ ૪,૬૯૮ પાત્રોમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા હતા,તેમાં ટેમિફોસ દવા મારફતે પોરનાશકની કામગીરી કરવામાં આવી છે. આ સાથે કુલ ૧૩,૪૨૪ મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો પણ નિકાલ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી પંચમહાલ ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.