જસદણના પારેવાળા ગામે ભાગે વાવવા આપેલ જમીનનો કબજો કરી લીધો: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ - At This Time

જસદણના પારેવાળા ગામે ભાગે વાવવા આપેલ જમીનનો કબજો કરી લીધો: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
રાજકોટના જમીન મકાનના ધંધાર્થીને વારસાઈમાં મળેલી 14 વીઘા જમીન ખાલી નહીં કરતા અંતે કલેક્ટરને અરજી કરી હતી
રાજકોટ શહેર જિલ્લાની જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે સરકારી અને ખાનગી જમીનો પચાવી પાડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામે આવેલ વડીલો પાર્જીત જમીન 14 વિઘા ભાગે વાવવા આપ્યા બાદ ખાલી નહીં કરતા રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીએ લેન્ડગ્રેબીંગ કમીટી સમક્ષ અરજી કરતા કલેક્ટરના આદેશથી પોલીસે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા જમીન-મકાનના ધંધાર્થી હિતેષભાઈ લાખાભાઈ આલગા ઉ.વ.47 નામના ગઢવી યુવાને ભાડલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પારેવાળા ગામના કેશુભાઈ લાલદાસભાાઈ રામાવતનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેના ભાઈને જસદણના પારેવાળા ગામે વડીલો પાર્જીત 51 વિઘા જમીન મળેલ હોય જે જમીન ફરિયાદીના પિતાએ પારેવળા ગામના કેશુભાઈ લાલદાસભાઈ રામાવતને ભાગે વાવવા આપેલ હતી. બે-ત્રણ વર્ષ બાદ કેશુભાઈ બધી જમીનમાં પહોંચી શકાતુ નહીં હોવાનું જણાવતા ફરિયાદીના પિતાએ કેશુભાઈને 14 વિઘા જમીન ભાગે વાવવા આપી હતી ત્યાર બાદ 2008માં ઉપરોક્ત જમીન ફરિયાદી અને તેના ભાઈના નામે થઈ હતી ત્યાર બાદ આ જમીન કેશુભાઈને ખાલી કરવાનું કહેતા આજ દિન સુધી જમીન ખાલી નહીં કરી ગેરકાયદેસર કબ્જો કરી લેતા ફરિયાદીએ લેન્ડગ્રેબીંગ કમીટી સમક્ષ અરજી કરી હતી જેમાં કલેક્ટરે પુરાવાને ધ્યાને રાખી ગુનો દાખલ કરવાનો આદેશ કરતા ભાડલા પોલીસે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ ગોંડલ ડીવાયએસપીને સોંપવામાં આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.