પૂર્ણા યોજનાની કિશોરીઓ માટે એનેમિયા થીમ પર વેરાવળ તાલુકાની આંગણવાડી કેન્દ્રો ખાતે સેશન યોજાયા - At This Time

પૂર્ણા યોજનાની કિશોરીઓ માટે એનેમિયા થીમ પર વેરાવળ તાલુકાની આંગણવાડી કેન્દ્રો ખાતે સેશન યોજાયા —————-


પૂર્ણા યોજનાની કિશોરીઓ માટે એનેમિયા થીમ પર
વેરાવળ તાલુકાની આંગણવાડી કેન્દ્રો ખાતે સેશન યોજાયા
----------------
ગીર સોમનાથ, તા.૦૧: સમગ્ર જિલ્લામાં પોષણ માસની વિવિધ થીમ આધારિત ઉજવણી થઈ રહી છે. પોષણ માસ-૨૦૨૪ ઉજવણી સંદર્ભે પ્રોગ્રામ ઓફિસર શ્રી હીરાબેન રાજશાખાના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ વિભાગમાં ચાલતી પૂર્ણા યોજનાની નોંધાયેલ તમામ કિશોરીઓ માટે પોષણ માસ-૨૦૨૪ એનેમિયા થીમ પર વિવિધ સેશન યોજાયા હતાં.

આ સેશન દરમિયાન આશા વર્કર દ્વારા કિશોરીઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, એનેમિયા વિશે તથા ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટર આનંદભાઈ પરમાર અને જેન્ડર સ્પેશ્યાલિસ્ટ રસીલાબેન કરગઠીયા દ્વારા WCO વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ, મહિલાલક્ષી વિવિધ કાયદાઓ તેમજ સેજાના મુખ્ય સેવિકા બહેનો દ્વારા પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સેશનમાં પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.આ યોજનાના અમલ થકી ગુજરાતની કિશોરીઓમાં કુપોષણ દૂર કરવા, એનિમિયા, ઓછુ વજન જેવા વિવિધ પડકારોમાં ઘટાડો જોવા મળે અને પૂર્ણા યોજના થકી ગુજરાતની દરેક કિશોરીઓ તેના જીવનકાળમાં સાચા અર્થમાં “પૂર્ણા” બને તેવું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

પૂર્ણા કન્સલ્ટન્ટ શ્રી ભાવસિંહ મોરી તેમજ વેરાવળ ઘટક ૧/૨ નાં ઈન્ચા.સીડીપીઓ શ્રી મંજુલાબેન મકવાણા દ્વારા સંકલનમાં રહી તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેશનમાં પૂર્ણા યોજનાની પૂર્ણા સખી/સહ સખી તેમજ પૂર્ણા યોજનાની નોંધાયેલી તમામ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળ ઘટક ૧/૨ ની તમામ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ સુપરવાઈઝર બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.