ચોરીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ
ચોરીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પોલીસે રોડ પર વાહનોમાં લૂંટ ચલાવનાર બે વર્ષથી ધંધુકા, લીંમડી અને સુરેન્દ્રનગર પોલીસ મથકના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ભગવાનદાસ વાઘેલાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક, રેન્જ આઈજી તથા ડીવાયએસપી વાગીષા જોશી દ્વારા નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. તે અનુસંધાને પીઆઈ આર. ડી. ગોજીયાની ટીમના હરદીપસિંહ અને છત્રપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમીને આધારે ધંધુકા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડયો હતો. આરોપી ઝડપવામાં પોલીસ ટીમના તેજેન્દ્રસિંહ, ખુશ્બુબેન, પ્રવીણભાઈ દ્વારા આરોપીને પકડી ધંધુકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ આરોપી ધંધુકા, લીમડી અને સુરેન્દ્રનગર પોલીસ મથકની હદમાં મુસાફરોને લૂંટવાના કૃત્યોને અંજામ આપી ચૂક્યો છે. પાછલા બે વર્ષથી ફરાર હતો. જેને પોલીસે પકડી પાડયો છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
