નૂતન વર્ષ: ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેહનું અતૂટ બંધન, બેસતા વર્ષેનાં તમામ જ્ઞાતિના લોકો ભેગા થઈ રામ રામ કરે છે - At This Time

નૂતન વર્ષ: ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેહનું અતૂટ બંધન, બેસતા વર્ષેનાં તમામ જ્ઞાતિના લોકો ભેગા થઈ રામ રામ કરે છે


મહીસાગર જીલ્લાના કડાણા‌ તાલુકાના મોટીરાઠ ગામે સ્નેહનું અતૂટ બંધન,બેસતા વર્ષેના બીજા દિવસે તમામ જ્ઞાતિના લોકો ભેગા થઈ એકબીજા ગળે મલી અને રામ રામ કરે છે.આદિવાસી વિસ્તારોમાં સ્નેહનુ મિલન મોટીરાઠ ગામ ખાતે આવેલ ભીડેસ્વરી માતાજી મંદિરે ધજા ચડાવી એકબીજાને મળી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ ભલે ઓછું હોય પરંતુ સ્નેહ ભાવનું બંધન અતૂટ છે આજે પણ પણ આદિવાસી પંથકના ગામોમાં નવા વર્ષેનાં ગામ લોકોને મળવાની પરંપરા અકબંધ છે.

કડાણા તાલુકાના ગામોમાં લોકો તમામ પ્રકારના મતભેદો ભૂલી નવા વર્ષે ગામની જુદી જુદી તમામ જ્ઞાતિઓના વડીલો ધાર્મિક સ્થળ પર ભેગા થઈ ચા પાણી કસુંબા કરી નવા વર્ષના રામ...રામ કરે છે અને એકબીજાને મળવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.