સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રતિબંધ લઇને બેઠક
સંતરામપુર નગરપાલિકા ખાતે એસ.પી.ભગોરા, પ્રાદેશિક કમિશ્નર .નગરપાલિકાઓ.વડોદરા ઝોન ની અધ્યક્ષતા હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રતિબંધ હેઠળ નગરના કરીયાણા એસોસિયેશન તેમજ પ્લાસ્ટિક નું વેચાણ કરતા વેપારીઓ સાથે એક મીટીંગ યોજાઈ હતી. જેમાં સરકાર ની ગાઈડ લાઈન મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા તથા તેના બદલામાં કપડાની થેલી વાપરવા માટે સુચન કરવામાં આવ્યું. તથા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા માટે સહયોગ આપવા અનુરોધ કરાયેલ તેમજ વેપારીઓ ધ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા માટે બાંહેધરી આપવામાં આવી હતી.આ બેઠક માં નગરપાલિકાના ચીફ ઓફિસર હઠીલા એ પણ વિસ્તૃત સમજુતી આપેલ હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.