તલોદના ગોરઠીયા જળાશયમાં ૮૦૦૦ ક્યુસેક પાણી છોડાયું*
*તલોદના ગોરઠીયા જળાશયમાં ૮૦૦૦ ક્યુસેક પાણી છોડાયું*
***
સાબરકાંઠા સહીત ઉત્તર ગુજરાતમાં બે દિવસથી વરસાદ નોંધાયો છે. જેને લઇ ખેડૂત સહીત સૌ કોઈમાં આનંદ છવાયો છે. ઉપર વાસના વિસ્તારોમાં વધુ વરસાદને કારણે ડેમ વિસ્તારોમાં પાણીની આવક નોંધાઈ છે.જેને લઇ તલોદ તાલુકાના ગોરઠીયા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા જળાશની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આથી રૂલ લેવલ જળવાઈ રહે તે માટે ૧૧.૪૫ કલાકે ડેમના પાંચ ૦.૧૫મી. દરવાજા ખોલી આશરે ૧૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેમજ ૧૩.૩૦ કલાકે ડેમના ૮ દરવાજા ૦.૬૦મી. ખોલીને ૮૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાવામાં આવ્યું છે. જેને લઈ તલોદ તાલુકાના મોહનપુરા, કઠવાડા, વરવાડા, મોટાચેખલા, રતનપુર, લવારી, આંત્રોલી, સુરપુર,જેઠાજીના મુવાડા, વસ્તાજીના મુવાડા,તાજપુરા,હરસોલ, વગેરે ગામોના લોકોને તાકીદ રાખવા અનુરોધ છે.
************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.