રાજકોટ જેલમાંથી બહાર નીકળતા ‘ઘાયલ’ની શાયરી કહી, હુમલા મુદ્દે કહ્યું: ‘સમય આવ્યે જવાબ આપીશ’
હત્યાની કોશિશના ગુનામાં છેલ્લા 72 દિવસથી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને રાહત મળી છે. આ ઘટનામાં હાઈકોર્ટે દેવાયતને શરતી જામીન આપી રાજકોટમાં 6 માસ પ્રવેશબંધી ફરમાવી છે. ત્યારે દેવાયત ખવડની જામીન મંજૂર થયાં છે. જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં ચાહક વર્ગ તેમને મળવા પહોંચ્યો હતાં. જ્યાં દેવાયતે કવિ અમૃત ઘાયલની શાયરી કહી હતી અને આ કેસ મામલે મીડિયાને કહ્યું હતું કે,'સમય આવ્યે જવાબ આપીશ'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.