વિરપુર તાલુકા પંચાયતમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત... - At This Time

વિરપુર તાલુકા પંચાયતમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત…


વિરપુર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડની અંદર તાલુકા પંચાયતમાં આવતા લાભાર્થીઓ માટે શૌચાચાલય બનાવમાં આવેલું છે. આ શૌચાચાલય સાર સંભાળ નહી રખાતી હોવાથી આ તેનો ઉપયોગ કોઈ પણ લાભાર્થીકરી શકતો નથી ખૂબ દુર્ગંધ આવાથી કોઈ પણ લાભાર્થી ઉપયોગ કરતું નથી. વિરપુર તાલુકા પંચાયતની અંદર રોજીંદા અંદાજીત કરતા પણ વધુ લાભાર્થીઓની અવર જવર રહે છે. તાલુકા પંચાયતમાં શૌચાચાલય બનાવેલુ છે પરંતુ ત્યાં સાફ સફાઈના અભાવે ત્યાં જઈ શકાતું નથી તાલુકા પંચાયમાં આવતા લાભાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે આ ગંદકી તાલુકા પંચાયતના એક પણ અધિકારીઓને દેખાતી નથી.જો સરકારી કચેરીઓમાં જ સાફ સફાઈ થતી ન હોય અને ગંદકી પુષ્કાળ પ્રમાણમાં જોવા મળે છે. સરકાર દ્વારા કરવામાં આવતી સ્વચ્છતાની વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે.તેનું ઉત્તમ ઉદાહરણ વીરપુર તાલુકા પંચાયતમાં જોઈ શકાય છે.વીરપુર તાલુકાના લાભાર્થીઓ ઇચ્છી રહ્યા છે કે સત્વરે આ બાબત અંગે ધ્યાન આપવામાં આવે અને ઝડપથી આ શૌચાચાલયની સાફ સફાઈ કરવામાં આવે જેથી બનાવેલા શૌચાચાલયનો ઉપયોગ કરી શકાય.

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.