કામ પુરુ થયાં પેલા જ ઉખડવા લાગ્યા પ્લેવરબ્લોક
જસદણના નગરજનોની સુખાકારી માટે પાલિકા દ્વારા લાખોના ખર્ચે આંબેડકર નગરની ગોળાઈમાં પેવરબ્લોક મંજૂર કરવામાં આવ્યા હતા. જસદણ પાલિકા દ્વારા આ કામનો કોન્ટ્રાક્ટ ગાર્વીસ એજન્સીને આપવામાં આવ્યો છે. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટરને જાણે કે પ્રજાના પૈસાનું પાણી જ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી લોટ પાણીને લાકડાની માફક પેવરબ્લોકની કામગીરી આદરતા નગરજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે. આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબ પીસીસી કે લેવલીંગ કર્યા વગર હલકી કક્ષાના બ્લોક વાપરી પેવરબ્લોકની કામગીરી કરવામાં આવતા અનેક બ્લોક કામ પૂર્ણ થયા પહેલા જ ઉખડવા લાગ્યા છે. છતાં પાલિકાના કહેવાતા વહીવટદાર, ચીફ ઓફિસર કે એન્જિનિયર દ્વારા આ ભ્રષ્ટાચારને અટકાવવાની પણ તસ્દી લેવામાં આવતી ન હોવાથી કોન્ટ્રાક્ટરને મોકળું મેદાન મળી રહ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.