વઢવાણ પેટા તિજોરી કચેરી ચાલુ કરવા નોટરી એસોસિયેશન દ્વારા કલેકટર કચેરીમાં રજૂઆત
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરનો જે તાલુકામાં સમાવેશ થાય તે વઢવાણ તાલુકા કક્ષાની પેટા તીજોરી કચેરી મામલતદાર કચેરી સામે આવેલ હતી અંદાજે 60 વર્ષથી કાર્યરત આ કચેરી જિલ્લા વહીવટી તંત્રે ગત માર્ચ માસમાં રાતો રાત બંધ કરીને કલેકટર કચેરીના કેમ્પસમાં આવેલ પેટા તીજોરી કચેરીમાં ભેળવી દીધી છે જેમાં તા. 29-4-23ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસીયેશન દ્વારા વઢવાણની પેટા તીજોરી કચેરી ફરી શરૂ કરવા માંગ કરી જિલ્લા કલેકટર કે.સી.સંપતને આવેદન પણ આપ્યુ હતુ જેમાં પેટા તીજોરી કચેરી બંધ થવાથી વઢવાણના હજારો પેન્શનરોને સુરેન્દ્રનગરના 12 કીમીના ધક્કા ખાવા પડશે આ ઉપરાંત વઢવાણ પેટા તીજોરી કચેરી આસપાસ કોર્ટ, મામલતદાર, સબ રજીસ્ટ્રાર, પ્રાંત કચેરી આવેલી છે આ કચેરીઓના કર્મીઓને પણ વીવીધ સરકારી ચલણ ભરવા સુરેન્દ્રનગર લાંબુ થવુ પડશે બીજી તરફ વઢવાણમાં આ કચેરીઓ આસપાસ અંદાજે 12થી વધુ નોટરીઓની ઓફીસ આવેલી છે આ નોટરીઓને અઠવાડીયા માં 3 થી 4 વાર ટીકીટની ખરીદી કરવી પડે છે જેમાં તેઓ ચલણ પેટા તીજોરી કચેરીમાં ભરીને ટીકીટ મેળવતા હતા પરંતુ હવે તેઓને કામકાજના સમયમાં આ ટીકીટ મેળવવા સુરેન્દ્રનગર ફરજીયાત આવવુ પડે છે સહીતની સમસ્યાઓ વર્ણવી હતી આ રજુઆતને પણ અઢી માસ જેટલો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગુરૂવારે નોટરી એસોસીયેશનના સભ્યો કલેકટરની મુલાકાતે ગયા હતા આ અંગે પ્રમુખ રવીન્દ્રસીંહ ચુડાસમાએ જણાવ્યુ કે, કલેકટરે વઢવાણમાં જગ્યાનો અભાવ હોવાનું કહ્યુ હતુ આ અંગે તેઓએ પણ નાણા વિભાગમાં રજુઆત કરી હતી પરંતુ નાણા વિભાગે વઢવાણમાં પેટા તીજોરી કચેરી શરૂ કરવા ના પાડી છે આ ઉપરાંત ભાડેથી મકાન બાબતે પણ નાણા વિભાગે સ્પષ્ટ ના પાડી છે તેમ કહી નોટરી એસોસીયેશનને નાણા વિભાગમાં રજુઆત કરવા જણાવાયુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.