બોટાદ ખાતે પૂષ્પાજંલિ કાર્યક્રમ સાથે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચન કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ ખાતે પૂષ્પાજંલિ કાર્યક્રમ સાથે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચન કાર્યક્રમ યોજાયો


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
તારીખ.૨૬/૦૬/૨૦૨૪ના રોજ રાત્રે૯, કલાકે મુકુંદભાઈ મુંધવા નિવૃત્ત આઈ,ઈ,સી,અધિ,જિ,પં, બોટાદના પિતાજી દિવંગત,કલ્યાણભાઈ મુંધવા ટુંકી માંદગી અને ૯૦ વર્ષની ઉમર વયનાં કારણે તારીખ.૨૫/૦૬ના રોજ કાલકૃત મૃત્યુ પામેલ જે નિમિત્તે તારીખ ૨૬/૦૬ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે મુકુંદભાઈ મુંધવાના નિવાસ્થાને ટાઢાની વાડી સાળંગપુર રોડ, બોટાદ ખાતે ભારતીય બૌદ્ધ મહાસભા, જિલ્લા શાખા, બોટાદ દ્વારા પુષ્પાજંલિ અર્પણ અને બુદ્ધ વંદના ચાર અરિય સત્ય દુઃખ દુઃખનાં કારણ વિષય પર ધમ્મ પ્રવચન રાખવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત હરેશભાઇ પરમાર બૌદ્ધ દ્વારા ત્રીશરણ, પંચશીલ આપવામાં આવેલ. ત્યારબાદ દુ:ખ મુક્તિના માર્ગ માટે અઢી હજાર વર્ષ પહેલા તથાગત ભગવાન ગૌતમ બુદ્ધે બતાવેલ ચાર અરિય સત્ય અને કર્મનાં સિધ્ધાંત વિષય પર ધમ્મ પ્રવચન બૌધ્ધાચાર્ય, બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલ, વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા કરવામાં આવેલ સમાપન અને જયંતિભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ. બુદ્ધ વંદના, ધમ્મ પ્રવચન કાર્યક્રમમાં સગાં સ્નેહીજનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાઈને દિવંગત, કલ્યાણભાઈ મુંધવાને બે મિનિટ મૌન પાળીને પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવેલ તે બદલ મુકુંદભાઈ મંધવા, રાહુલભાઈ મુંધવા, પાર્થભાઈ મુંધવા તથા મુંધવા પરિવાર દ્વારા આવવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.