બોટાદ અને ગઢડા તાલુકામાં ફટાકડાના વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા જોગ
બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિતે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતા તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે,બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલી નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમા હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સબંધિત વેપારીઓએ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી,તાલુકા સેવા સદન,ચોથો માળ,બોટાદ ખાતેથી એ.ડી.એમ શાખામાથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.5-10-2023થી મેળવી તા.17-10-2023 સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાના રહેશે.સમય મર્યાદા બાદ તથા અધૂરી વિગતો તથા અધૂરા પુરાવાઓ વાળી મળેલી અરજીઓનો અસ્વીકાર કરવામા આવશે જેની નોંધ લેવા નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.