ગૌચર મુદે માલધારીઓના ઉપવાસ આંદોલન સમેટાયું - At This Time

ગૌચર મુદે માલધારીઓના ઉપવાસ આંદોલન સમેટાયું


ગૌચર મુદે માલધારીઓના ઉપવાસ આંદોલન સમેટાયું
ઉગ્ર બનતા જતા આંદોલનને કારણે શહેરની શાંતિમા વિક્ષેપ થશે એ બાબતને લઈને નિડર પત્રકાર મુકેશ રીબડીયા તથા સ્થાનિક કોંગ્રેસ નેતા જસ્મીન જાની આજે ઉપવાસ છાવણીમાં દોડી ગયા હતા.ગૌચર ખાલી કરાવવાના મુદ્દે યુવા જાગૃત પત્રકાર મુકેશ રીબડીયા તથા વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મીન જાનીએ આજે અંગત રસ લઈને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.તાલુકા વિકાસ અધિકારીએ યથાર્થતા ચકાસી અને પ્રાંત ઓફીસને જાણ કરી અને ઉપવાસ પર બેઠેલા માલધારીઓને તેમના આ પ્રશ્નનો હલ બે મહીનાની અંદર ખાત્રીબંધ રીતે ઉકેલી આપવામાં આવશે.તેવુ જણાવ્યું હતું.છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલતા ઉપવાસ આંદોલન પર એકપણ સતાપક્ષનો નેતા ફરક્યો નહોતો તેવો ઉગ્ર આક્રોશ માલધારી સમાજે વ્યક્ત કર્યો હતો.ત્યારે નીડર અને નિષ્પક્ષ પત્રકાર મુકેશ રીબડીયાએ અંગત રસ લઈને જસ્મીન જાની વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખે એ કરેલી સફળ રજૂઆતને અંતે સુખદ સમાધાન થયું હતું.માલધારી સમાજે પણ અંતે સરકારશ્રીના અધિકારીઓએ પોતાના પ્રશ્નો સાંભળીને ઉકેલ આપશે તેવી આશા સાથે અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.