જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આકારણી દાખલા માં મનસ્વી રીતે નિયમો રખાતા લોકોમાં કચવાટ - At This Time

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આકારણી દાખલા માં મનસ્વી રીતે નિયમો રખાતા લોકોમાં કચવાટ


જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આકારણી દાખલા માં મનસ્વી રીતે નિયમો રખાતા લોકોમાં કચવા

ગુજરાત પંચાયતી રાજ અભિયાન સમિતિના ઉપાધ્યક્ષશ્રી ચંદુલાલ મકવાણા દ્વારા ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆ

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં
તલાટીકમ મંત્રીઓ દ્વારા આકરણી દાખલામાં પોતાની રીતે ફોર્મ ટાઈપ કરીને લોકોને આપે છે જે ખરેખર તો ક્યાંય માન્ય રહેતા નથી સમગ્ર ગુજરાત રાજ્ય માં કોઈ તાલુકા જિલ્લામાં આકારણીનાં દાખલા આ રીતે નિયમો લખીને આપવામાં આવી રહ્યા નથી પંચાયત વિભાગના આકારણી દાખલામાં આવા છે જ નહિ. પરંતુ આ તાલુકામાં આપવામાં આવે છે. તેના કારણે લોકોને અને ખાસ કરીને આવાસ યોજનાના લાભાર્થીઓને દાખલાને કારણે ભારત સરકાર અને ગુજરાત સરકારની આવાસ યોજના નો લાભ મળતો નથી જેવી કરીને આ બાબતે તાત્કાલીક અસરથી આ આ મનસ્વી અને મનઘડત આકારણીના દાખલા બંધ કરાવી અને સરકારશ્રીના માન્ય દાખલા લોકોને અને લાભાર્થીઓને મળી રહે તેમ કરાવવા માટે ગુજરાત પંચાયતી રાજ અભિયાન સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ચંદુલાલ મકવાણાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે .
આજ તારીખે પણ ઓનલાઇન પંચાયત વિભાગની સાઈટ પર જોતા જે જુના દાખલા છે તે જ છે છતાં પણ આ તલાટી કમ મંત્રીશ્રીઓ પોતાની રીતે ટાઈપ કરેલા પોતાના નિયમો લખીને આ આકારણીના દાખલા આપી રહ્યા છે. આકારણી કરવાની જવાબદારી પણ આ તલાટી કમ મંત્રીશ્રીઓની જ હોય છે જે તે મિલકતની આકારણી ન થઈ હોય તો કરી અને દાખલો સરકારશ્રીની ગાઈડલાઈન નો જ આપવો જોઈએ જેથી કરી અને બીજા વિભાગમાં આ દાખલાની માન્યતા રહે આ બાબતે તાત્કાલિક અસરથી ઘટતું કરવા ઉપાધ્યક્ષ શ્રી ચંદુલાલ મકવાણાએ રજૂઆત કરેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.