બેરણ ગામના યુવાનો દ્વારા બગવદર ગામે પૂ. સાંગણ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ના લાભાર્થે સેવાકીય હેતુસર ફટાકડા નો સ્ટોલ ચાલુ કરવામાં આવ્યો - At This Time

બેરણ ગામના યુવાનો દ્વારા બગવદર ગામે પૂ. સાંગણ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ના લાભાર્થે સેવાકીય હેતુસર ફટાકડા નો સ્ટોલ ચાલુ કરવામાં આવ્યો


બેરણ ગામના યુવાનો દ્વારા બગવદર ગામે પૂ. સાંગણ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ના લાભાર્થે સેવાકીય હેતુસર ફટાકડા નો સ્ટોલ ચાલુ કરવામાં આવ્યો
બેરણ ગામના યુવાનો દ્વારા ગૌશાળા ના લાભાર્થે ફટાકડા નો સ્ટોલ આજે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો આ તકે યુવા ગ્રુપના મુજાભાઈ ઓડેદરા દ્વારા એવું જણાવવામાં આવેલ કે આ સ્ટોલમાં ગ્રાહકોને ૨૦ થી ૨૫ ટકા ફાયદો થાય તે રીતે ફટાકડા નું વેચાણ કરવામાં આવશે અને જે કાંઈ નફો થશે તે બેરણ ગામે આવેલ ગૌશાળામાં ગાયો માટે વાપરવામાં આવશે આ સ્ટોલ બગવદર થી ભારવાડા રોડ ઉપર રાખવામાં આવેલ છે અને ગૌશાળા ના લાભાર્થે ફટાકડાના સ્ટોલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, ભાજપ અગ્રણી ભુરાભાઈ કેશવાલા, બખરલા ગામના સરપંચ અરશીભાઈ ખૂંટી મ
ભારવાડાના સરપંચ ભરતભાઈ ઓડેદરા, બેરણ ગામના અગ્રણી વિરમભાઈ ખુંટી, બેરણ ગામના સરપંચ રામભાઈ બેરણ ગામના અગ્રણી મુકેશભાઈ ખુટી ભારવાડા ગામના અગ્રણી કેશુભાઈ ઓડેદરા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે સ્ટોલના ઉદઘાટન બાદ સૌપ્રથમ બખરલા ના સરપંચ અરશીભાઈ ખૂંટી દ્વારા 21000/રૂપિયાના ફટાકડા લઇ પ્રેરણાદાય કહી શકાય તે રીતે ગૌશાળાના લાભાર્થે ફટાકડાની ખરીદી કરવા મા આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.