ઓમનગરમાં 18 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો
શહેરનાં ઓમનગર વિસ્તારમાં 18 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણીએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઓમનગરમાં રાધે શ્યામ સોસાયટીમાં રહેતી 18 વર્ષિય યુવતીએ ગઈ કાલ બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ યુવતીના પરિવારને થતાં તાકિદે તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે તેણીનાં પરિવારે જણાવ્યું કે ગઈ કાલે ઘરે કોઈ ન હોય ત્યારે તેણીએ 12 વાગ્યાં આસપાસ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો.
દરમિયાન તેણીનાં પિતા ઘરે ગયા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હોય જેથી તેણીનાં પિતાએ દરવાજાને ધક્કો મારી અંદર જોયું તો તેની પુત્રી લટકેલી હાલતમાં હતી. બાદ તુરંત તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતાં તુરંત પોલીસ
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.