આવો સૌ ખેડૂતમિત્રો જાણીએ પ્રાકૃતિક કૃષિમાં સહયોગી પાક અને આવરણ (મલ્ચીંગ)નું મહત્વ - At This Time

આવો સૌ ખેડૂતમિત્રો જાણીએ પ્રાકૃતિક કૃષિમાં સહયોગી પાક અને આવરણ (મલ્ચીંગ)નું મહત્વ


*આવો સૌ ખેડૂતમિત્રો જાણીએ પ્રાકૃતિક કૃષિમાં સહયોગી પાક અને આવરણ (મલ્ચીંગ)નું મહત્વ*
*******
*જમીનને ઢાંકવાથી જમીનનો ભેજ જળવાઇ રહે છે અને ઉત્પાદન વધે છે.*
******
દેશભરમાં પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ચાલી રહી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ વિશે જનજાગૃતિ વધારી રહ્યાં છે અને તેઓશ્રીનાં માર્ગદર્શનથી અને સરકારના સહયોગથી રાજ્યભરમાં અનેક ખેડૂતમિત્રો પ્રાકૃતિક કૃષિને અપનાવતા થયાં છે. પ્રાકૃતિક કૃષિનાં સિદ્ધાંતોમાં ઘનામૃત,જીવામૃત અને બીજામૃતની સાથે સાથે સહયોગી પાક અને આવરણ (મલ્ચીંગ) ખૂબ જ મહત્વ છે. ત્યારે આ અંગે એનું મહત્વ ખેડૂતની સાથો સાથ સામાન્ય વ્યક્તિઓએ પણ જાણવું જરૂરી છે.
*આવરણ (મલ્ચીંગ):*
જમીનની સપાટીને પાકના અવશેષોથી ઢાંકવાને આવરણ કહે છે. તેનાથી પાણીની બચત થાય છે અને જમીનમાં કાર્બન પણ ટકી રહે છે. જેથી જમીનની ઉત્પાદકત્તા વધે છે. આવરણ હવામાંથી ભેજ લઈને છોડને આપે છે. જેથી સૂક્ષ્મ પર્યાવરણનો વિકાસ થાય છે. અને દેશી અળસિયાઓની સક્રિયતા વધી જાય છે. દેશી અળસિયા પોતાનું મળ જમીન પર છોડે છે. અળસિયાના મળમાં સામાન્ય માટીથી સાત ગણુ નાઈટ્રોજન, નવ ગણું ફોસ્ફરસ અને 11 ઘણું પોટાશ વગેરે હોય છે જેથી જમીન ઝડપથી સજીવ થઈ જાય છે. આથી જ અળસિયાને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે. ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાંનો સૌથી સરળ ઉપાય છે ‘મલ્ચિંગ’ (mulching). જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ પાક કે ઝાડની આજુબાજુ જમીનને અમુક વસ્તુથી ઢાંકવાવી જોઇએ. જમીન ઢાંકવા વપરાતા આ પદાર્થને ‘મ૯ચ’ કહેવાય છે.આ મલ્ચ તરીકે પરાળ, સુકાપાંદડા, કેળના પાન, શેરડીના પાન, લાકડાનો વહેર, મગફળીના ફોતરા વગેરેનો ઉપયોગ કરી શકાય છે. આપણી ખેતીમાં છેલ્લા વર્ષોમાં આ પ્રકારનો પ્લાસ્ટીકનો વિવિધ ઉપયોગ થતો જોવા મળે છે. તે પ્લાસ્ટિકના પડને આવરણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.તે જમીનમાંથી ભેજને ઉડી જતો અટકાવે છે. બાષ્પીભવન થતુ અટકાવે છે અને ઉત્પાદન વધારે છે.
************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.