શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં વૃધ્ધ પર શખ્સનો ડોલથી હુમલો
શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં વૃધ્ધ પર શખ્શે ડોલથી હુમલો કરતાં 75 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે અમરગઢમાં ભીચરી ગામે રહેતાં ગીગાભાઈ ખોડાભાઈ ડાંગ2 (ઉ.વ.75) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિરો હૂંબલ નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ નિવૃત જીવન ગાળે છે. ગઈકાલે સાંજના સાડા છ એક વાગ્યાની આસપાસ તે ગામના બસસ્ટેન્ડમાં પાનની દુકાન પાસે તેમના પત્ની સાથે બેઠાં હતાં ત્યારે ગામમાં રહેતો નિરો હુંબલ જાહેરમાં ગાળો બોલતો હોય જેથી તેમના પત્ની ત્યાંથી ઘરે જતા રહેલ અને નિરો હુંબલને જાહેરમાં ગાળો ના બોલ અહીં બેન-દિકરીઓ રહે છે.
તેવુ કહેતા તે માથાકુટ ઝઘડો કરી ઝપાઝપી કરી ઢીકાપાટા માર મારી નીચે પડેલ ડોલ ફટકારી દિધી હતી. તેમને લોહી નિકળવા લાગેલ અને નીચે પડી જતાં ઈજા પહોંચી હતી. બાદમાં દેકારો થતાં આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.