સાયલા તાલુકાના ધજાળા લોમેવધામ જગ્યામાં લોક દરબાર યોજાયો હતો. - At This Time

સાયલા તાલુકાના ધજાળા લોમેવધામ જગ્યામાં લોક દરબાર યોજાયો હતો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

300 થી 400 માણસો સાથે જિલ્લા પોલીસ વડા સંતોમહંતો ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના લોમેવધામ જગ્યા ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના પોલિસ વડા ગીરીશ પંડ્યા તથા ધાર્મીક જગ્યાના મહંતો જેમાં લોમેવધામ જગ્યાના મહંત ભરતબાપુ તથા જુના સુરજદેવળ મંદીર મહંત દીલીપબાપુ તથા મોલડી રતાબાપુની જગ્યાના મહંત દાદબાપુ તથા સોનગઢ જગ્યાના મહંત કીશોરબાપુ તથા પીએસઆઇ એમ કે ઇશરાણી તથા રણજીતભાઈ વાંક તેમજ જુબાજુના ગામના સરપંચ તથા આગેવાનો તથા આમ લોકોની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં પોલીસ વડા ગીરીશ પંડ્યા સાહેબ દ્વારા કાસ્ટ કોમ્પલીક જ્ઞાતી જ્ઞાતી વચ્ચેના ઝગડાઓ દુર થાય તેમજ સમાજમાં શિક્ષણનુ સ્તર સુઘરે તેમજ લોકોમાં જાગ્રુતતા આવે તેવી અપીલ કરવામાં આવેલ હતી તેમજ કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો તથા ફ્રોડથી સાવધાન રહેવા ગુન્હાઓ બનતા અટકે તેમજ ડિટેક્ટ થઈ શકે અને ગુનાખોરી ઘટે જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં ભાઈચારો અને સુખાકારી જળવાઇ રહે તે માટે ઉદાહરણ સાથે તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી કલાસીસ ચાલુ કરી તજજ્ઞ માણસો બોલાવીને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપે તેવા પ્રયત્નો કરવા અને જરૂર જણાઇ ત્યાં પોલીસ પરીવાર સાથ સહકાર સંપુર્ણ રીતે આપશે તેવી આમજનતાને અપીલ કરવામાં આવેલ હતી આ લોક દરબારમાં સ્થાનિક આગેવાનો સાથે આશરે 300 થી 400 માણસો હાજર રહેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.