બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મહિલા બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ લાલ બહાદુર પ્રાથમિક શાળા નંબર 25માં ગુડ ટચ બેડ ટચ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલિયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરીના વિશેષ માર્ગદર્શન હેઠળ લાલ બહાદુર પ્રાથમિક શાળા નંબર 25 માં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ દરેક બાળક સમજદાર બને બાળકો સારો અને ખરાબ સ્પર્શ ઓળખે દરેક બાળક શોષણથી તેમનો બચાવ કઈ રીતે કરી શકે તેના વિશે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીંકલબેન મકવાણા દ્વારા ડેમોસ્ટેશન દ્વારા માર્ગદર્શન આપેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર જલ્પબેન પરમાર દ્વારા દરેક બાળક સ્કૂલ એ આવવા જવાની બાબત માં વાલી સાથે એક પાસવર્ડ રાખે અને તે પાસવર્ડ પરિવારના સભ્યો સાથે ગોપનીય રાખે તેના વિશે સમજ કરેલ ટાઉન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એ એસ આઈ અરવિંદભાઈ સુવેરા દ્વારા વધતા જતા સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતી આપવામાં આવેલ આવા કિસ્સામાં તુરંત 1930 ની મદદ લેવા જણવેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ ના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા શી ટીમ ની કામગીરી અને પેટ્રોલિંગ અંગે માર્ગદર્શન આપી બાળકોને વી આર સેટના માધ્યમ દ્વવારા અલગ અલગ કચેરી ની મુલાકાત લેતા હોય તે અંગે મનોરંજન કરાવેલ કાર્યક્રમ માં બોહળી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ તેમજ તમામ શિક્ષણ ગણ ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
