જુનિયર ટેનિસ વોલીબોલ સ્પર્ધા માં રાષ્ટ્રીય લેવલે કૃતિ ત્રિવેદી પ્રથમ નંબરે
જુનિયર ટેનિસ વોલીબોલ સ્પર્ધા માં રાષ્ટ્રીય લેવલે કૃતિ ત્રિવેદી પ્રથમ નંબરે
સિહોર મૂળ ગારીયાધાર હાલ સિહોર નિવાસી જયોત્સનાબેન જમનાદાસ ત્રિવેદીના પુત્ર અશોકભાઈ ની દીકરી તથા ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મેળવેલ એવા પારૂલબેન ની દિકરી કૃતિ ત્રિવેદી યુવા રમત ગમત અને પ્રવૃત્તિ ભારત સરકાર તેમજ ઇન્ટરનેશનલ ટેનિસ વોલીબોલ ફેડરેશન સંલગ્ન ટેનિસ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત પુણે ખાતે જુનિયર અને સબ જુનિયર ટેનિસ વોલીબોલ સ્પર્ધા રાષ્ટ્રીય લેવલે વિદ્યામંજરી વિદ્યાલય શિહોરની વિદ્યાર્થીની પ્રથમ નંબરે વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવેલ છે. કૃતિ એના મમ્મી પારૂલબેન જેમ યોગની પણ નિષ્ણાત છે. કૃતિ અને પરિવારને ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. મળી રહ્યા છે તો પારૂલબેન પણ ઉત્તમ અને આદર્શ શિક્ષક તરીકે સન્માનિત થયેલ છે. આમ મોરના ઈંડા ચીતરવા ના પડે એ કહેવત સાર્થક કરતા જ્ઞાતિમંડળો તેમજ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.